Thursday, April 30, 2026
HomeGujaratજાહેર રોડ પર મજબૂરી સામે જીવન હાર્યું અને દુનિયાએ વીડિયો કરી તમાશો...

જાહેર રોડ પર મજબૂરી સામે જીવન હાર્યું અને દુનિયાએ વીડિયો કરી તમાશો જોયો: અમદાવાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના સમય એક તરફ નેતાઓ રોડ પર પ્રચાર કરતા જોવા મળે છે. ત્યારે બીજી તરફ જાહેર રોડ પર એક વૃદ્ધએ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. મોટી સંખ્યામાં રસ્તા પરથી પસાર થતાં લોકો વૃદ્ધને બચાવવા ના બદલે તમાશો જોતા રહ્યા અને વૃદ્ધએ પ્રાણ છોડી દીધો.

દુનિયા તમાશો જોતી રહીને મજબૂરીએ મોત વહાલું કર્યું

- Advertisement -

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના નરોડા વિસ્તારમાં જાહેર રોડની બાજુમાં આવેલા એક વૃક્ષનો સહારો લઈને એક વૃદ્ધએ જીવન ટૂંકાવ્યું છે. જે સમયે વૃદ્ધ ગળેફાંસો ખાઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પરથી અનેક વાહન ચાલક પસાર થઈ રહ્યા હતા. પરંતું કોઈ એક વ્યક્તિએ પણ વૃદ્ધને રોકવા કે બચાવવા માટે આગળ ન આવ્યું. તમામ લોકોએ મોતનો તમાશો જોતા આગળ વધતા રહ્યા અને વૃદ્ધએ દુનિયાને અલવિદા કહી દીધી.

આત્મહત્યા કરનારા 55 વર્ષીય નદાકુ નામનો વૃદ્ધ મૂળ બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જે અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે કૌટુંબિક ઘરે રહેતા હતા. ગઈકાલે તેમણે નરોડા વિસ્તારના પાટિયા તરફ જવાના રસ્તે હરિદ્વાર સોસાયટીની સામે આવેલા સર્વિસ રોડ પાસે વૃક્ષ પર દોરડા વડે ગળેફાંસો ખાધો હતો.

મજબૂરીની લડાઈમાં જીવનની થઈ હાર

- Advertisement -

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બિહારમાં મૃતકના બે બાળકો છે. જેમાંથી એકને ગંભીર પ્રકારની બીમારી હતી. બાળકની સારવાર માટે લાખોનો રૂપિયાની જરૂર હતી. બાળકની સારવારના રૂપિયા ભેગા કરવા તેમણે કોઈક મદદ કરશે અથવા ઉછીના મળી જશે તેવા આશાથી અમદાવાદ આવ્યા હતા. પરંતુ તેમને બીમાર દિકરાની સારવાર માટે પૈસાની સગવડ ન કરી શકતા બપોરે ત્રણ વાગ્યાની સારપાસ ઝાડની ડાળીએ દોરડાથી ગળેફાંસો ખાધો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular