Thursday, April 23, 2026
HomeGujaratકોઈના બાપથી ડરતા નહીં, ચૂંટણી પછી જોઈ લેવાનું કહેનારા કોણ છે ભાજપના...

કોઈના બાપથી ડરતા નહીં, ચૂંટણી પછી જોઈ લેવાનું કહેનારા કોણ છે ભાજપના દબંગનેતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Vidhansabha Election) પ્રચારમાં તમામ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓએ સભા ગજાવવાનું શરૂ કર્યું છે. તેવામાં ઉમેદવારો પણ પાછીપાની કરવાના મુડમાં નથી. નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો કેટલાક નેતાઓ તાનમાં આવીને ભાન ભૂલીને વિવાદીદ નિવેદનો આપી રહ્યા છે. ત્યારે ભાજપના એક નેતાનો વિડીયો સોશિય મીડિયામાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તેમણે પોતાના કાર્યકરોને ધાકધમતી આપતા લોકોને ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે.

જાફરાબાદ સાચવી લો બાકી મારા પર છોડો !

અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોંલકી (Hira Solanki) નો વીડિયો સામે આવ્યો છે. જાફરાબાદમાં ભાજપના કાર્યાલયના ઉદ્ધાટન સમય હીરા સોંલકી તેમના કાર્યકર્તાઓ સાથે વાત કરતા જણાવી રહ્યા છે કે, ‘ભાજપના કાર્યકરો કોઈના બાપથી બીતા નહીં, અહીં હીરા સોંલકી બેઠા છે, જે ધાક-ધમકી આપવા વાળા નીકળ્યા છે અહીંયા તેમના ડબ્બા હું ગુલ કરી નાખવાનો છું, તમે ખાલી જાફરાબાદ સાચલી લેજો બાકી બધુ મારા પર મુકી દેજો, માહોલ બગાડવાનો જે પ્રયત્ન કરતા હોય તેને કરવા દેજો ચૂંટણી પછી એ છે ને હું છું.’

- Advertisement -

હીરલો બંદૂક લઈ આતંકી સામે લડવા નીકળો હતો ?

અત્રે ઉલ્લેખનીય છે કે, હીરા સોંલકી ભાજપના દબંગ નેતા તરીકે જાણીતા છે તેમણે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે સાથે જ 2022ની ચૂંટણીમાં રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર છે. હીરા સોંલકી ભાજપના પૂર્વ મંત્રી પરષોત્તમ સોંલકીના નાના ભાઈ છે. બંને સોલંકી ભાઈઓની સૌરાષ્ટ્રના કોળી સમાજ પર મજબુત પકડ ધરાવે છે. હીરા સોલંકી ગુજરાતમાં કોળી સેનાના પ્રમુખ પણ છે. તાજેતરમાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાના ભાષણ દરમિયાન હીરા સોલંકી વિશે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં અક્ષરધામમાં જ્યારે આંતકી હુમલો થયો હતો ત્યારે હીરા સોલંકી જીવની પરવા કર્યાં વગર પોતાની બંદુક સાથે લોકોને બચાવવા હીરલો અંદર ઘુસી ગયો હતો. આવા મજબુત ઉમેદવારને જીતાડવા વિનંતી ન કરવાની હોય આપણી ફરજ છે તેને જીતાડવાની.

જુઓ વાયરલ વીડિયો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular