Saturday, May 2, 2026
HomeGujaratદીવથી MLA ગુજરાત લખેલી કારમાં દારૂ ઘુસે તે પહેલા ઉનાથી ઝડપાયો

દીવથી MLA ગુજરાત લખેલી કારમાં દારૂ ઘુસે તે પહેલા ઉનાથી ઝડપાયો

- Advertisement -

નવજીનવ ન્યૂઝ. ઉના: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પોલીસ અને ચૂંટણી પંચ પણ સાબદુ બન્યું છે. પોલીસ અને ચૂંટણી પંચ સતત દારૂ અને મોટી રોકડ રકમની હેરફેર રોકવા માટે વાહન ચેકિંગ કરી રહી છે. ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રદેશ દીવ અને ગુજરાત રાજ્યની સરહદે તંત્રની બાજનજર છે. એવામાં પોલીસે આજે MLA ગુજરાત લખેલી કારને રોકાવી ચેક કરતા દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો.

ચૂંટણી દરમિયાન પોલીસ અને ચૂંટણી પંચ સતત ઠેર-ઠેર વાહન ચેકિંગ કરી રહ્યાં છે. આ કાર્યવાહીના ભાગરૂપે પોલીસે ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરોને અટકાવાવ રાજ્યોની સરહદ પર પણ ચેકિંગ વધારી દીધું છે. ત્યારે દારૂની હેરફેર ડામવા માટે ગીર સોમનાથ જિલ્લાના ઉના પાસે આવેલી દીવમાંથી ગુજરાત રાજ્યમાં અહેમદ પુર માંડવી ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરાઈ રહ્યું હતું. જેમાં પોલીસે નંબર પ્લેટ વિનાની સફેદ રંગની એક ઈનાવો કાર રોકાવી હતી.

- Advertisement -

ઉના પોલીસે રોકેલી ઈનોવા કારની તલાશી લેતા કારના પાછળના ભાગેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે રોકેલી કારમાં MLA ગુજરાતનું બોર્ડ પણ જોવા મળે છે. પરંતુ આ મામલે પોલીસે હજુ સુધી સત્તાવાર કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ સુત્રો જણાવે છે કે, દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીમાનો એક આરોપી પાલીતાણા ભાજપનો નેતા છે.
ઉના પોલીસે આ મામલે આરોપી ચેતન ડાભી સહિત કારમાં સવાર બે શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ મામલે પી.આઈ. એન.કે. ગોસ્વામી સાથે ટેલિફોનીક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આરોપી ચેતન ડાભી પાલીતાણામાં મોલ ધરાવે છે. હાલ તપાસ ચાલી રહી છે કે, દારૂ ક્યાં લઈ જવાતો હતો અને કોને આપવાનો હતો.

માહિતી: ધર્મેશ જેઠવા (ઉના)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular