Monday, May 4, 2026
HomeGujaratવિજય રૂપાણી એવું બોલી ગયા કે ફરી બન્યા મજાકનું પાત્ર ! જૂઓ...

વિજય રૂપાણી એવું બોલી ગયા કે ફરી બન્યા મજાકનું પાત્ર ! જૂઓ વીડિયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. ગુજરાતની મોટા ભાગની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત પણ થઈ ગઈ છે અને ઉમેદવારો ચૂંટણી માટે ફોર્મ ભરવામાં લાગી ગયા છે. આવા સમયે ગુજરાતનાં દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે, પરંતુ કેટલીક વાર ઉત્સુક્તામાં નેતાઓ એવું કંઈક બોલી જાય છે જે તેમને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે છે. આવું જ કંઈક થયું છે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે.

પૂર્વ CM વિજય રૂપાણી મોરબીમાં એક કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન હાજર રહ્યા હતા અને આ દરમિયાન તેઓ એક સભાને સંબોધી રહ્યાં હતા. આ સભામાં વિજય રૂપાણી ઉત્સાહમાં ‘કોંગ્રેસ મુક્ત ભારત’ની જગ્યાએ ‘કોંગ્રેસ મુક્ત ભાજપ’ બોલી ગયા હતા. જોકે તરત જ રૂપાણીએ પોતાની ભૂલ સુધારી હતી અને ‘કોંગ્રેસ મુક્ત ભારત’નો ઉલ્લેખ કર્યો હતો.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર વિજય રૂપાણી જ નહીં પણ ભાજપના કેટલાક રાષ્ટ્રીય નેતાઓ પણ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે, પણ હકીકતમાં તો તેમણે કોંગ્રેસનાં જ નેતાઓને ભાજપમાં સ્થાન આપીને ‘કોંગ્રેસ યુક્ત ભાજપ’ બનાવી રહ્યા છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટે જે ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે તેમાં ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે.

આમ જો વિજય રૂપાણીની ભૂલને જોઈએ તો ખરેખર તો ભાજપને આ ભૂલને સાચી કરવાની જરૂર છે, જો ખરેખર તેમણે કોંગ્રેસ મુક્ત ભારત કરવા માગતા હોય તો તેમણે પહેલા કોંગ્રેસ મુક્ત ભાજપ કરવું પડશે. કારણ કે વર્ષોથી કોંગ્રેસ સાથે રહેલા અને કોંગ્રેસી વિચારધારા ધરાવતા લોકો જ હવે ભાજપમાં ભાજપી વિચારધારા ધરાવતા લોકો કરતાં આગળ પહોંચી ગયા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular