Tuesday, May 5, 2026
HomeGujaratશ્વાન બિમાર થાય તો આવું કરવાનું ? નિર્દયી માણસો પર વરસી...

શ્વાન બિમાર થાય તો આવું કરવાનું ? નિર્દયી માણસો પર વરસી ફીટકાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ દિલ્હીમાં બે યુવકની ક્રુરતાનો વીડિયો હાલ સોશિય મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બે યુવક દ્વારા એક શ્વાનને મોઢેથી બાધીને દોરડે લટકાવામાં આવ્યો હતો. આટલાથી મન નહીં ભરાતા બે યુવકોએ શરીરની તમામ તાકાત લગાવી શ્વાનના ગળે દોરી બાંધી ખેંચી ગળે ટુપો આપ્યો હતો. સમગ્ર બાબતના વીડિયો વાયરલ થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, દિલ્હીના ગાઝિયાબાદમાં લોની વિસ્તાર નજીક ટ્રોનિકા સિટીનો છે. જ્યાં બે યુવકોએ શ્વાન સાથે ક્રુરતા દાખવી છે. સમગ્ર બાબતનો 33 સેકન્ડનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે હાલ બંને યુવકને પુછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવામાં આવ્યા છે.

- Advertisement -

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બે યુવક કુતરાને દોરડાથી સાથે બાંધીને ગળે ફાંસો દઈ રહ્યાં છે. આ દરમિયાન એક વ્યક્તિ આવે છે અને બંને યુવક સાથે વાત કરે છે. જ્યારે યુવકોને લાગે છે કે કૂતરાને ગૂંગળામણ થવા લાગી છે, ત્યારે તેઓ આરામથી વાતો કરવા લાગ્યા.

આ વીડિયો ત્રણ મહિના જૂનો છે. આ ઘટના પોલીસ પાસે પહોંચ્યા પછી ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો હતો. તેમનું કહેવું છે કે, જે શ્વાનને ફાંસી પર લટકાવ્યો છે, એનાથી લોકો પરેશાન હતા. કુતરાએ બાળકો, ઘરડાઓ સહિત ઘણા લોકોને બચકાં ભર્યાં હતાં. તેને કોઈ બીમારી થઈ હતી, જેને કારણે તે આવું કરી રહ્યો હતો. ત્યાર બાદ યુવકોએ તેને મારવાની વ્યૂહરચના ઘડી.

ગાઝિયાબાદના SP દેહત ઇરાજ રાજાએ કહ્યું, “આ વીડિયો ટ્રોનિકા સિટી વિસ્તારનો વીડિયો છે. સોશિયલ મીડિયા દ્વારા આ વીડિયો ધ્યાનમાં લેવામાં આવ્યો છે. તપાસમાં વીડિયો સાચો હોવાનું બહાર આવ્યું છે, શ્વાનના માલિકે કહ્યું કે શ્વાન બીમાર હતો, તેથી તેણે આવું પગલું ભર્યું. પરંતુ જે રીતે પ્રાણીને મારવામાં આવ્યું છે તે એક ગંભીર ગુનો છે. શ્વાનના માલિક વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular