Friday, June 26, 2026
HomeGujaratગોપાલ ઈટાલીયા સુપરસ્ટાર પ્રચારકનો ફોટો ટ્વિટ કરી સોશિયલ મીડિયામાં છવાયા: સુરત

ગોપાલ ઈટાલીયા સુપરસ્ટાર પ્રચારકનો ફોટો ટ્વિટ કરી સોશિયલ મીડિયામાં છવાયા: સુરત

- Advertisement -

નવજીવન નયુઝ. સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પુરી તાકાતથી પ્રચારમાં લાગી ગઈ છે. આ રીતે દરેક રાજકીય પક્ષો અને ઉમેદવારો પણ પ્રચારમાં લાગી ગયા છે. પરંતુ આમ આદમી પાર્ટીના 166 કતારગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ સુપરસ્ટાર પ્રચારકની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે.

આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાએ સુરતની કતારગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાને ઝંપલાવ્યું છે. દરેક પક્ષ જેમ સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરે છે તેમ ગોપાલ ઈટાલીયાએ પણ પોતાના સુપરસ્ટાર પ્રચારક વૈદેહીના ફોટા સાથે નામની જાહેરાત કરી ટ્વિટ કરી છે. આ ટ્વિટ કરતાની સાથે જ ગોપાલ ઈટાલીયા સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગોપાલ ઈટાલીયાના ઘરે પુત્રીનો જન્મ થયો છે. અને તેમના પુત્રીને જ ગોપાલ ઈટાલીયાએ સુપરસ્ટાર પ્રચારક કહ્યાં છે. ગોપાલ ઈટાલીયાએ ટ્વિટર પર તેમના પુત્રીએ એક મોકો આપને લખેલા સફેદ પોષાકમાં ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, માય સુપરસ્ટાર કેમ્પેનર વૈદેહી કેમ્પેનિંગ ફોર હર ફાધર (મારી સુપરસ્ટાર પ્રચારક વૈદેહી તેના પિતા માટે પ્રચાર કરી રહી છે.).

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular