Tuesday, May 5, 2026
HomeGujaratબોટાદથી મનહર પટેલનું પત્તુ કપાતા મનહર પટેલ અશોક ગહેલોત પાસે દોડી ગયા...

બોટાદથી મનહર પટેલનું પત્તુ કપાતા મનહર પટેલ અશોક ગહેલોત પાસે દોડી ગયા કરી રહ્યાં છે આ માગણી

- Advertisement -

નવજીવન ન્યુઝ.અમદાવાદ (Gujarat Election Update Live) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામને લઈ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત છે. એવામાં હવે કોંગ્રેસના દિગ્ગજ પાટીદાર નેતા મનહર પટેલ (Manhar Patel) કોંગ્રેસના વલણથી નારાજ થયા છે. મનહર પટેલની બોટાદ (Botad)થી ચૂંટણી લડવાની તૈયારી હતી પરંતુ પાર્ટીએ ટિકીટ નહીં આપી પત્તુ કાપતા બખેડો સર્જાયો છે. જેથી નારાજ મનહર પટેલે આજરોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે બેઠક કરી હતી અને ટિકીટ માટે ફેરવિચારણા કરવાની વાત કરી હતી.

ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી લડે તે પહેલા જ પાર્ટીની આંતરીક લડાઈમાં વ્યસ્ત થતી જણાય છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જેમ-જેમ જાહેરાત કરી તેમ-તેમ આંતરીક લડાઈ પણ તેજ થતી ગઈ છે. ભાજપ કોંગ્રેસમાંથી નેતાઓને પોતાની તરફ લઈ રહી છે અને કોંગ્રેસની સ્થિતી કફોળી થઈ રહી છે. ત્યાં હવે પાટીદાર નેતા મનહર પટેલની બોટાદથી ટિકીટ કપાતા તેઓ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યાં છે. કોંગ્રેસ બોટાદ બેઠક પરથી મનહર પટેલને ચૂંટણીમાં ઉતારે તેવી પ્રબળ સંભાવના વચ્ચે રમેશ મેરના નામની જાહેરાત થતા મનહર પટેલ ગુજરાતના પ્રભારી અશોક ગહેલોત પાસે દોડી ગયા હતા.

- Advertisement -

મનહર પટેલે મીડિયાને જણાવ્યા અનુસાર, તેમની મુલાકાત અશોક ગહેલોત સાથે થઈ હતી અને ગહેલોતે તેમની સાથે અન્યાય થયાની વાતને સમર્થન આપ્યું હતું. ગહેલોતે મનહર પટેલને આ મામલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે વાતચીત કરવા કહ્યું છે પણ, જ્યારે મનહર પટેલે જગદીશ ઠાકોરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે બહાર હોવાનું જણાવ્યું છે. આ સ્થિતીમાં મનહર પટેલ પોતાના સમર્થકો સાથે અડિંગો જમાવી કોંગ્રેસ ફેર વિચારણા કરે તેવી માગણી કરી રહ્યાં છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular