Monday, May 4, 2026
HomeGujaratભાવનગર 'પાસ'ના કન્વીનરે સુરત ખાતે કર્યા કેસરીયા ધારણ, 40 લોકો સાથે ભાજપમાં...

ભાવનગર ‘પાસ’ના કન્વીનરે સુરત ખાતે કર્યા કેસરીયા ધારણ, 40 લોકો સાથે ભાજપમાં જોડાયા

- Advertisement -

નવજીવન ન્યુઝ.ભાવનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા નેતાઓ વરસાદમાં દેડકા નીકળે અને ઉછળ કૂદ કરે તેમ નેતાઓ પણ બહાર આવી ગયા છે. ત્યારે કેટલાક નેતાઓએ પક્ષ પલટા કર્યા અને કેટલાક સામજીક આગેવાનોએ રાજકીય પક્ષમાં જોડાણ કર્યું. ત્યારે આજરોજ પાટીદાર અનામત આંદોલનથી આગેવાન તરીકે ઉભરી આવેલા ભાવનગર પાસના કન્વીનર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાના અહેવાલ મળી રહ્યાં છે.

રાજ્યમાં ચૂંટણી જંગમાં જીત મેળવવા રાજકીય પક્ષો તોડજોડની રાજનીતી કરી રહ્યાં છે. એવામાં હવે રાજકીય આગેવાનો બાદ સામાજિક આગેવાનો પણ ચૂંટણી લાભ લેતા હોય તેમ જોવા મળે છે. જેમાં ભાવનગર પાટીદાર અનામત આંદોલન સમીતી (પાસ)ના ભાવનગરના કન્વીનર નિતીન ઘેલાણી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. આજરોજ સુરત ખાતે નિતીન ઘેલાણીએ પોતાના 40 જેટલા સમર્થકો સાથે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં કેસરીયા કર્યા છે.

- Advertisement -

પાટીદાર અનામત આંદોલન સમિતીથી રાજનીતીમાં કોંગ્રેસ સાથે જોડાય હાર્દિક પટેલ હવે ભાજપની ટિકીટ પરથી વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે હવે પાટીદાર અનામન આંદોલન સમિતી સાથે જોડાયેલા કન્વીનરોએ પણ ભાજપ તરફ ઝુકાવ્યું છે. આ સ્થિતીમાં પાટીદાર અનામન આંદોલન સમિતી સાથે જોડાયેલા કેટલાક લોકો નારાજ છે તો કેટલાક ભાજપમાં જવા માટે માર્ગ શોધી રહ્યાં છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular