Monday, May 4, 2026
HomeGujaratઅમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો ઓનલાઈન ડ્રગ્સનો ધંધો કરતો પેડલર

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો ઓનલાઈન ડ્રગ્સનો ધંધો કરતો પેડલર

- Advertisement -

નવજીવન ન્યુઝ. અમદાવાદ : ગુજરાતમાં ડ્રગ્સની બદ્દી કેટલી પેસી ગઈ છે તે રાજ્યમાંથી પકડાયેલા હજારો કરોડના ડ્રગ્સના જથ્થા પરથી સમજી શકાય છે. આ સ્થિતીમાં પોલીસ પણ સતત ડ્રગ પેડલર અને ડ્રગ ડિલરો પર બાજ નજર રાખી રહી છે. ત્યારે અમદાવાદ પોલીસે ઓનલાઈન ડ્રગના નશાનો કારોબાર ચલાવતો કુખ્યાત આરોપી ઝડપી પાડ્યો છે.

ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદ પોલીસ સતત ડ્રગને નાથવા માટે કાર્યવાહી કરી રહી છે. પરંતુ ડ્રગ પેડલર્સ અને ડ્રગ માફિયાઓ પણ પોલીસને ચકમો આપવા માટે અવનવા નુસ્ખા શોધી રહ્યાં છે. ત્યારે પોલીસ માટે ડ્રગ પેડલર્સ સુધી પહોંચવું વધારે મુશ્કેલ બની રહ્યું છે. પરંતુ કાનુનના હાથ લાંબા હોય છે તેમ પોલીસ દરેક નવા નુસ્ખાને પકડી પાડે છે. અને આ કામમાં સાયબર ક્રાઈમને પણ ઝુકાવવું પડે છે. ત્યારે આજરોજ અમદાવાદ પોલીસના સાયબર ક્રાઈમે આવા જ એક આરોપીને ઝડપી પાડ્યો છે જે ડ્રગનો કારોબાર ઓનલાઈન ચલાવી રહ્યો હતો.

- Advertisement -

અમદાવાદ સાયબર ક્રાઈમે ડ્રગના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી અખ્તરનવાઝ મીરનવાઝ પઠાણને ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસ લાંબા સમયથી ઓનલાઈન માધ્યમો પર આરોપીને ઝડપી પાડવા માટે વોચ રાખી રહી હતી. બાદમાં માહિતી મળી હતી કે આરોપી અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ફરતો રહે છે. આ માહિતી મળતા જ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે એક ઓપરેશન શરૂ કર્યું હતું.

દરમિયાન આરોપી દેડકી ગાર્ડન કાકરીયા વિસ્તારમાં હોવાથી પોલીસે વોચ ગોઠવી દીધી હતી. આરોપી અખ્તરનવાઝ મીરનવાઝ પઠાણ મણીનગર તરફ જવાનો હોવાની બાતમી મળતા પોલીસે દેડકી ગાર્ડન નજીકથી આરોપીને દબોચી લીધો હતો.

આ કામગીરીમાં અમદાવાદ પોલીસના ડિવાયએસપી જીતુ યાદવની આગેવાનીમાં સબ ઈન્સપેક્ટર બી.બી સોલંકી, અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષકુમાર વિહાભઆઈ અને લોકરક્ષક લવકુમાર અમરતભઆઈ તેમજ શૈલેષ વાલજીભાઈ જોડાયા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular