નવજીવન ન્યુઝ. સુરત: ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં હવે બુટલેગર પણ સક્રિય થયાં છે. અવનવા કિમિયા થકી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના ઓલપાડ પોલીસે તાલુકાના ભટગામની ખેત સીમમાં આઈસર ટેમ્પોમાં લક્સ તથા ક્લિનીક પ્લસ શેમ્પુના બોક્ષની આડમાં સંતાડી કટીંગ થઈ રહેલા રૂ. 5.34ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણી Gujarat Vidhasabha નિષ્પક્ષ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે સુરત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બુટલેગરો ઉપર વોચ રાખવા સુચના આપી હતી. ત્યારે ગત રવિવારના રોજ ઓલપાડ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન અ.હે.કો. પ્રકાશ વાલજીને માહિતી મળી હતી કે, ઓલપાડ ટાઉનમાં સાયણ ફાંટાના પરા વિસ્તારમાં રહેતો શહેઝાદ ઝુલ્ફીકાર મલેક નામના બુટલેગરે એક મરૂન કલરના આઇસર ટેમ્પા નં. ડીએન-૦૯, પી-૯૪૬૯માં સાબુ તથા શેમ્પુના બોકસની આડમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે. જે વિદેશી દારૂનો જથ્થો ભટગામ ગામની સીમના ખેતરાડી વિસ્તારમાં કટીંગ કરવાનો છે.

પોલીસને માહિતી મળતા વિભાગીય પોલીસ અધિકારી બી. કે. વનાર, ઓલપાડ પીઆઇ એમ. બી. તોમરે પોલીસ ટીમ સાથે સ્થળ પર રેઇડ કરી હતી. તે દરમ્યાન પોલીસને આઈસર ટેમ્પામાંથી લક્સ તથા ક્લિનીક પ્લસ શેમ્પુના બોક્ષની આડમાં સંતાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કીની નાની-મોટી બોટલો તથા ટીન બીયરની ૧૯૨૦ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે કુલ કિંમત ૧૬.૩૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જો કે પોલીસની રેઇડ સમયે ટેમ્પા ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જેના પગલે પોલીસે વિદેશી દારૂ મંગાવનાર, મોકલનાર સહિત ટેમ્પા ચાલક વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબ ગુનો નોંધી ત્રણેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને આ ગુનામાં શંકા છે કે, આ દારૂ કોઈ રાજકીય પાર્ટીએ ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોને દારૂની લ્હાણી કરી રિઝવવા મંગાવ્યો છે. જોકે આરોપીઓ ઝડપાઈ પછી જ દારૂનો ઓર્ડર આપનાર રાજકીય પાર્ટીનું રાઝ ખોલી શકે તેમ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










