નવજીવન અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડની ઘણી ફરિયાદ સામે આવી રહી છે. મોટા ભાગે સાયબર ફ્રોડ ઓટીપી પીન અથવા ડેબિટ/ક્રેડિટ કાર્ડનો નંબર માંગીને થતો હોય છે. જો કે આ પ્રકારની પધ્ધતીથી લોકો સતર્ક થઈ ગયા છે. જેથી હવે સાયબર ફ્રોડ કરનારાઓ પણ અપડેટ થઈ રહ્યા છે. આવો જ બનાવ અમદાવાદમાં બન્યો છે. ના તો કોઈ ઓટીપી આપ્યો કે કાર્ડ નંબર છતાં ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ચાંઉ થઈ ગયા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા દિલીપ આસુદાની રોજબરોજની જેમ નોકરીથી ઘરે આવીને મોબાઈલ ફોન બંધ કરીને રાત્રિ દરમિયાન સૂઈ ગયા હતા. ત્યારે રાત્રીના બારેક વાગ્યાની આસપાસ તેના પિતા પર કોટક મહિન્દ્રા ટેકનિકલમાંથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા ક્રેડિટ કાર્ડમાંથી કુલ 1,95,600 રૂપિયાનું ટ્રાજેકશન થયેલું છે જે તમે કર્યું છે.
જો કે દિલીપ આ ટ્રાજેકશનથી અજાણ હતો. તેથી તેણે ના પાડી હતી. દિલીપના ક્રેડિટ કાર્ડમાંથી અલગ અલગ ચાર ટ્રાજેકશનથી રૂપિયા 1,95,600નું ફ્રોડ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેને ક્રેડિટ કાર્ડ તરત જ બ્લોક કરાવી દીધું હતું. સમગ્ર બાબતે દિલીપએ કોટક મહિન્દ્રાના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાં અરજી આપી હતી. જો કે બેંકને જાણ કરતા બેંક દ્વારા રૂપિયા 85 હજાર સીઝ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











