Wednesday, July 8, 2026
HomeGujaratઓરેવા કંપનીનો 2 વર્ષ પહેલોનો પત્ર વાયરલ, "કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો...

ઓરેવા કંપનીનો 2 વર્ષ પહેલોનો પત્ર વાયરલ, “કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો કામચલાઉ રિપેરિંગ કરીને બ્રિજ ખોલીશું”

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબીઃ મોરબી બ્રિજ અકસ્માતમાં 135થી વધુ લોકોના મોત થયા છે. મોરબીના કલેક્ટરને બે વર્ષ પહેલા 20 ઓગસ્ટના રોજ ઓરેવા કંપની દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. બે વર્ષ પહેલા લખવામાં આવેલો આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ પણ દેખાય છે કે કંપનીને બ્રિજ ખોલવાની ઉતાળ હતી.

બ્રિજની જાળવણી અને સમારકામની દેખરેખ રાખતી ઓરેવા કંપનીનો જાન્યુઆરી 2020નો પત્ર સામે આવ્યો છે. આ પત્ર મોરબી જીલ્લા કલેકટરને લખવામાં આવ્યો હતો. જેમાં કહેવાયું છે કે અમે કામચલાઉ સમારકામ કરીને પુલને ખુલ્લો મુકીશું. આ પત્ર પછી પણ અધિકારીઓ મૌન રહ્યા અને આટલો મોટો અકસ્માત થયો. જાન્યુઆરી 2020ના આ પત્રમાં એવી બાબતો સામે આવી છે, જે સૂચવે છે કે બ્રિજના કોન્ટ્રાક્ટને લઈને કંપની અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે લડાઈ ચાલી રહી હતી. ઓરેવા કંપની પુલની જાળવણી માટે કાયમી કોન્ટ્રાક્ટ ઇચ્છતું હતું. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓને કાયમી કોન્ટ્રાક્ટ આપવામાં ન આવે ત્યાં સુધી તેઓ પુલ પર કામચલાઉ સમારકામ કરવાનું ચાલુ રાખશે. ઓરેવા કંપની બ્રિજના સમારકામ માટે સામગ્રી મંગાવશે નહીં અને તેમની માંગ પૂરી થયા પછી જ તેઓ કામ પૂર્ણ કરશે.

- Advertisement -

તમામ બેદરકારી બાદ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓરેવા કંપનીને કાયમી ટેન્ડર આપવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2020માં જાહેર કરાયેલા આ પત્ર પછી પણ બ્રિજના સંચાલન અને જાળવણી માટે ઓરેવા કંપની સાથે 15 વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો. માર્ચ 2022 માં મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અજંતા ઓરેવા કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર 2037 સુધી માન્ય હતો. પુલ અકસ્માત બાદ મોરબી નગરપાલિકાએ જવાબદારીમાંથી છટકી રહી છે. મ્યુનિસિપલ ઓફિસર સંદીપ સિંહે કહ્યું કે ઓરેવા ગ્રુપે કોન્ટ્રાક્ટના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે પાલિકાને જાણ કર્યા વગર પાંચ મહિનામાં બ્રિજ ખુલ્લો મુક્યો હતો. તેમનું કહેવું છે કે બ્રિજ અંગે તેમની તરફથી કોઈ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular