Friday, April 17, 2026
HomeGujaratઉનાઃ ગીર ગઢડાનો પોલીસ કોન્ટબેલ દારૂની ખેપ મારતા ઝડપાયો, પોલીસ કર્મી સહિત...

ઉનાઃ ગીર ગઢડાનો પોલીસ કોન્ટબેલ દારૂની ખેપ મારતા ઝડપાયો, પોલીસ કર્મી સહિત 2 બુટલેગર સામે FIR

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથઃ ઉનામાં આજે ખાખીને દાગ લાગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના કારણે પોલીસે જ પોલીસની વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની ફરજ પડી છે. ઉના પોલીસે વાહનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે દારૂની ખેપ મારનાર વ્યક્તિ બુટલેગર નહીં પરંતું પોલીસ કર્મી હવોનું સામે આવ્યું હતું.

પોલીસ અને બુટલેગરની જુગલબંધીના અગાઉ અનેક કિસ્સા સામે આવ્યા છે. જેના કારણે કેટલાક પોલીસ કર્મીનો ભોગ પણ લેવાયો છે. તેમ છતાં શોર્ટ કટમાં પૈસા કમાવવાની લાલચમાં આ પ્રકારની પ્રવૃતિઓ થતી રહેતી હોય છે. ઉના પોલીસ સ્ટાફને શા.ડેસર ગામેથી દારૂ ભરેલી કાર પસાર થવાની ચોક્કસ બાતમી મળી હતી. માહિતીના આધારે તપાસ હાથ ધરતા એક નંબર વગરની કાર પસાર થતાં તેને રોકવામાં આવી હતી. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી ૨૪૦ દારૂની બોટલ મળી આવી હતી. કાર ચલાવનાર ગીર ગઢડા એટેચ નેત્રમ ઇણાજના પોલીસ કોન્સટેબલ પંકજ લવજીભાઈ વાળા ઝડપી પાડવામાં આવ્યો ગતો.

- Advertisement -

પોલીસે દારૂ અંગેની પુછપરછ કરતાં દારૂ પૂરો પાડનાર હિરેન પરબત વાળા રહે ઉના વાળાના શા.ડેસર ગામે આવેલા ખેતરે લઈ જઈ પોલીસે તપાસ કરતા ખેતરમાંથી નાના મોટી દારૂની કુલ ૭૮ જેટલી બોટલો મળી હતી. દારૂ ખરીદનાર પોલીસ કોન્સ્ટેબલ તથા પૂરો પાડનાર પાસેથી કુલ મળી ૩૧૮ જેટલી બોટલો મોબાઈલ તેમજ કાર મળી ૧ લાખ ૪૦ હજાર ૯૦૦ ના મુદ્દામાલ સાથે બે બૂટલેગરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં બુટલેગરો અને પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની મિલી ભગત જાણીતી છે દારૂબંધીના પગલે વિદેશી દારૂ અને બિયરના ધંધામાં નફો સારો હોવાથી પોલીસ કર્મીઓ જ વિદેશી દારૂનું ખાનગી રાહે વેચાણ કરતા હોવાની પ્રજામાં ચર્ચા ચાલી રહી છે. કાયદાનું રક્ષણ કરનારા પોલીસ કાયદાનું ભક્ષક બની રહી છે. તાલુકામાં કોન્સ્ટેબલ અને અન્ય બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાતા ખાખી વર્દીને કલંકિત કરતી ઘટના બની છે.

આભારસઃ ધર્મેશ જેઠવા ઉના

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular