Sunday, May 31, 2026
HomeGujaratસુરતી માર્શલ આર્ટિસ્ટ ખરાડીએ સ્ટીલ મેન ઓફ ઈન્ડીયાનું ટાઇટલ મેળવ્યું, સૌથી વધુ...

સુરતી માર્શલ આર્ટિસ્ટ ખરાડીએ સ્ટીલ મેન ઓફ ઈન્ડીયાનું ટાઇટલ મેળવ્યું, સૌથી વધુ ૧૦ રેકોર્ડ મેળવનારા પહેલા આર્ટિસ્ટ

- Advertisement -

દિલીપ ચાવડા (નવજીવન ન્યુઝ, સુરત): એક મિનિટમાં હાથ વડે સૌથી વધુ ડ્રીંકસ કેન (ટીન) ક્રશ કરવા સાથે જ મોસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઈન વન મિનિટ અને હેવીએસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઓન બેડ ઓફ નેલ્સ સેન્ડવિચના ખતરનાક કરતબ બદલ સુરતી માર્શલ આર્ટિસ્ટ વિસ્પી ખરાડીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલ મેળવેલા નવા ત્રણ વિશ્વ રેકોર્ડ સાથે અગાઉ સાત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરનારા વીસ્પી ખરાદીના નામે કુલ દસ વિશ્વ રેકોર્ડ નોંધાયા છે.

માર્શલ આર્ટ ક્ષેત્રે સુરતને વૈશ્વિક સ્તરે નામના અપાવનારા વીસ્પી ખરાદી વધુ એક વખત એક બે નહીં પણ ત્રણ – ત્રણ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. તેમની આ સિદ્ધિમાં ઇન્ડિયાના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન સામેલ હતા. આજ રોજ સરસાણા ડોમ ખાતે તેઓએ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા 11 વર્ષ જૂના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને બ્રેક કર્યો હતો, તો અત્યાર સુધી ક્યારેય નહીં બન્યા હોય એવા બે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા હતા.

- Advertisement -

આ અંગે વીસ્પી ખરાદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી તેઓ ખતરનાક કરતબો કરીને સાત વિશ્વ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. જ્યારે આજે વધુ ત્રણ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. જેમાં પહેલો વિશ્વ રેકોર્ડ એક મિનિટમાં સૌથી વધુ ડ્રીંક કેન (ટીન) હાથથી તોડવાનો હતો. આ પહેલા આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુહમ્મદ કહરીમાનોવિક નામે હતો, જેમણે વર્ષ 2011માં એક મિનિટમાં 74 કેન હાથ થી તોડ્યા હતા. બીજો રેકોર્ડ મોસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઈન વન મિનિટ માં સ્થાપ્યો છે. આ કરતબમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આપવામાં આવેલા ડેંસિટી અને સાઇઝના સિમેન્ટમાં બ્લોક્સ મુકવામાં આવ્યા હતા અને એક સાથે ઓછામાં ઓછા 51 બ્લોક્સ કોણી થી તોડવાના હતા, જે કરતબ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

જ્યારે ત્રીજો રેકોર્ડ હેવીએસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઓન બેડ ઓફ નેલ્સ સેન્ડવિચ નો હતો. જેમાં વિસ્પીની ઉપર અને નીચે ખીલાઓનું પ્લેટફોર્મ હતું અને સેન્ડવિચની જેમ વિસ્પી વચ્ચે સૂતેલો હતો. તેમની છાતીની ઉપર 525 કિલોનો કોંક્રિટ બ્લોક મુકવામાં આવ્યો હતો અને ખુદ સાહિલ ખાને આ બ્લોક હથોડાથી તોડ્યો હતો. આ કરતબમાં કોઈ ટાઈમ લિમિટ ન હતી. જોકે મહત્વની વાત એ છે કે ડ્રીંક કેન બ્રોકન સિવાયના જે બે કરતબ હતા તે અત્યાર સુધી કોઈએ નથી કર્યા પરંતુ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશેષ રીતે વિસ્પીની કાબેલિયત જોઈને આ કરતબ કરવા માટેની મંજૂરી આપી હતી. વધુમાં વીસ્પી ખરાદીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઇવેન્ટને ડી વાઈન ન્યુટ્રેશનના ઓનર હિરેનભાઈ દેસાઈ, કેપી ગ્રુપના ઓનર ફારુક પટેલ અને ઇન્ડિયાના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન દ્વારા સંપૂર્ણ સહયોગ મળ્યો હતો અને આ ત્રણેય મહાનુભાવો દ્વારા ઇવેન્ટના અંતે વીસ્પી ખરાડીને સ્ટીલ મેન ઓફ ઇન્ડિયાનું ટાઇટલ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular