નવજીવન ન્યૂઝ. વડોદરાઃ નવરાત્રીની નવમી રાત વડોદરા માટે ગોઝારી સાબિત થઈ છે. વડોદરાના દરદજીપુરા એરફોર્સ નજીક આજે ગંભીર અક્સમાતની ઘટના સામે આવી છે. કન્ટેનર ટ્રેકે છકડાને અડફેટે લેતા અક્સાત સર્જાયો હતો. આ અક્સમાતમાં બે બાળકો સહિત 10ના મોત નિપજ્યા છે. પોલીસ હાલ મૃત્યુ પામેલા અજાણ્યા લોકોના પરિવારજનોને શોધવા માટે કાર્યવાહી કરી રહી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરામાં દરજીપુરા એરફોર્સ પાસે સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ટ્રક ચાલકે એક કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન ગોલ્ડન ચોકડીથી મુસાફરોથી ભરેલો છકડો કપૂરાઈ તરફ જતો હતો તેને કન્ટેનર ચાલકે અડફેટે લીધો હતો. ત્યારબાદ કન્ટેનર ટ્રક એરપોર્ટની દિવાલમાં ધૂસી ગયો હતો. અક્સામતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને એસ.એસ.જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અક્સમાતમાં પહેલા 5 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. હાલ મૃત્યુ આંક વધીને 10 પર પહોંચ્યો છે. ઈજાગ્રસક્ત પૈકી હજી પણ કેટલાક લોકોની હાલત ગંભીર છે.

કન્ટેનર ટ્રક અને છકડા વચ્ચે અક્સમાતની જાણ થતાં ફાયર વિભાગ અને એરફોર્સના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈજાગ્રસ્ત લોકોને છકડાના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. અક્સમાતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિકજામ સર્જાયો હતો. મૃતકો ક્યાંના રહેવાસી છે તે અંગે પોલીસ તપાસ કરી પરીવારજનનો સંપર્ક કરવાની કાર્યવાહી કરી રહી છે. આ બનાવમાં હજી પણ મૃત્યું આંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.








