Saturday, June 27, 2026
HomeGujaratCDS બિપિન રાવત અંગે વિવાદીત ટીપ્પણી કરનાર અમરેલીના યુવાનની અમદાવાદ સાયબર ક્રાઈમ...

CDS બિપિન રાવત અંગે વિવાદીત ટીપ્પણી કરનાર અમરેલીના યુવાનની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

- Advertisement -

નવજીવન અમદાવાદઃ તમિલનાડુમાં ગઈકાલે બપોરના સમયે હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન ભારતના CDS (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) જનરલ બિપિન રાવતનું દુઃખદ અવસાન થયુ હતું. હેલિકોપ્ટર ક્રેશમાં બિપિન રાવત અને તેમના પત્નિ સહિત 13 લોકોનુ મૃત્યુ થયુ હતું. આ ઘટના બાદ ઘણા બધા નેતાઓ, અભિનેતાઓ અને દેશના સામાન્ય નાગરિકોએ બિપિન રાવતના મૃત્યુ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. જોકે અમરેલીના એક વ્યક્તિએ બિપિન રાવત અંગે વિવાદીત પોસ્ટ કરી હતી. ત્યાર બાદ આજે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામનો વતની 44 વર્ષીય શિવા આહીર નામનો વ્યક્તિ ખેતીવાડી કરતો હતો. જોકે તે પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટમાં અવાર-નવાર લોક લાગણી દુભાય તેવી પોસ્ટ કરતો હતો. શિવા આહીર અગાઉ ઉપસરપંચ રહી ચુક્યો છે અને આગામી ચૂંટણીમાં તે સરપંચ બનવાની ઈચ્છા રખતો હોવાથી તે લોકોમાં નામના મેળવવા માટે આવી પોસ્ટ કરતો રહેતો હતો. જોકે તેને એટલી ખબર ન્હોતી કે સાયબર ક્રાઈમ પોલીસ સતત તેની પ્રોફાઈલનું ટેક્નીકલ એનાલીસીસ કરતી હતી. ગઈકાલે પણ તેણે CDS બિપિન રાવતનાં નિધન બાદ તેણે તેમના અંગે અયોગ્ય ટીકા ટીપ્પણી કરી હતી.

- Advertisement -



તેની વારંવારની આ પ્રકારની પોસ્ટ અને અયોગ્ય ટીપ્પણીઓને પગલે લોકોમાં નારાજગી ઊભી થાય તેવી સંપૂર્ણ શક્યતાઓને જોતા પોલીસે તેની સામે એક્શન લીધા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એમ એચ પુવાર અને તેમની ટીમ આ કારણે રાજુલાના ભેરાઈ ગામ પહોંચી ગઈ. પોલીસે ત્યાં શિવાને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી અને ત્યાંથી શિવા આહીરની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં વધુ કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યુ હતુ કે,“શિવા આહીર નામનો આ વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી પોતાના સોશિયલ મિડિયામાં નફરતભર્યા નિવેદનો પાસ્ટ કરતો હતો. એવામાં ગઈકાલે CDS બિપિન રાવતનાં નિધન બાદ શિવા આહીરે તેમના અંગે વિવાદીત ટીપ્પણી કરી હતી ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.” આરોપીની ધરપકડ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.

- Advertisement -



- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular