Saturday, May 2, 2026
HomeGujaratઅમદાવાદઃ 5થી 25 રૂપિયામાં માણી શકાશે મેટ્રોની સવારી, દર અડધો કલાકે ટ્રેન...

અમદાવાદઃ 5થી 25 રૂપિયામાં માણી શકાશે મેટ્રોની સવારી, દર અડધો કલાકે ટ્રેન મળશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં આગામી દિવસોમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. નવરાત્રી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રોને લીલીઝંડી આપવામાં આવશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. બીજીબાજુ તંત્ર દ્વારા પણ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. 30 સપ્ટેબરથી શહેરમાં મેટ્રો દોડતી થઈ શકે છે. જોકે મેટ્રોનું ભાડું રૂપિયા 5થી 25 સુધીનું રહેશે.

અમદાવાદમાં વસ્ત્રાલ ગામથી થલતેજ સુઘી 21 કિલોમીટર, એપીએમસીથી મોટેરા સુધી 18.89 કિલોમીટરના એક છેડેથી બીજે છેડે પહોંચવામાં 35 મિનિટનો સમય લાગશે. બંને કોરિડોરના 40 કિ.મી.ના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવામાં આવશે. દરેક મેટ્રો સ્ટેશનએ ટ્રેન 30 સેકન્ડ રોકાશે. જેથી મુસાફરોએ ઝડપથી ટ્રેનમાં બેસવાનું રહેશે. થલતેજથી વસ્ત્રાલ મેટ્રોમાં 25, રિક્ષામાં 325 અને કેબ 360 રૂપિયાનું ભાડું થતું હોય છે. જેથી મેટ્રો ટ્રેન મુસાફરો માટે સસ્તો વિકલ્પ બની શકશે.

- Advertisement -

મેટ્રો ટ્રેનની શરૂઆતમાં દર અડધા કલાકે મેટ્રે ટ્રેન મળશે. જોકે ડિમાન્ડ વધ્યા પછી દર પાંચ મિનિટે ટ્રેન મળતી રહેશે. પ્રથમ સપ્તાહમાં થલતેજથી વસ્ત્રાલ ગામ અને એપીએમસીથી મોટેરાના રૂટ પર એકાંતર દિવસે મેટ્રો દોડશે. ઉપરાંત જૂની હાઈકોર્ટથી મેટ્રોનો રૂટ બદલી શકાશે. થલતેજ થી વસ્ત્રાલ વચ્ચેના સ્ટેશનો થલતેજ ગામ, દૂરદર્શન કેન્દ્ર, ગુરુકુળ રોડ, ગુજરાત યુનવર્સિટી, કોમર્સ સિક્સ રોડ, સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘી કાંટા, કાલુપુર, કાંકરિયા ઈસ્ટ, એપરલ પાર્ક, અમરાઈવાડી, વસ્ત્રાલ, નિરાંત ક્રોસરોડ, વસ્ત્રાલ ગામ રહેશે. જ્યારે APMCથી મોટેરા વચ્ચેના સ્ટેશનો APMC, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, ઉસ્માનપુરા, વાડજ, રાણીપ, વિજયનગર, સાબરમતી સ્ટેશન, એઈસી, સાબરમતી અને મોટેરા સ્ટેડિયમ રહેશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular