Sunday, May 10, 2026
HomeGujaratજનરલ બિપિન રાવત હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ, ઈન્ડીયન એર ફોર્સે ટ્વિટ કરીને પુષ્ટી...

જનરલ બિપિન રાવત હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ, ઈન્ડીયન એર ફોર્સે ટ્વિટ કરીને પુષ્ટી કરી, તેમના પત્ની સહિત 13ની અલવિદા

- Advertisement -

નવજીવન નવી દિલ્હીઃ જનરલ બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશ લાઇવ અપડેટ્સ: તમિલનાડુથી પસાર થતા વખતે આઇએએફ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ જનરલ વિપિન રાવત સહિત 13 લોકોના મૃત્યુ થયા છે. ભારતીય વાયુ દળે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “ભારે અફસોસ સાથે જાણવા મળ્યું છે કે આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત અને વિમાનમાં સવાર અન્ય 11 વ્યક્તિઓના મોત થયા છે.”

આ પહેલા આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટના અંગે જાણકારી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહ આવતીકાલે આ ઘટના અંગે સંસદને માહિતી આપશે. સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે દુર્ઘટનાથી ઓછામાં ઓછા ત્રણ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સુલુરમાં આર્મી બેઝ પરથી એમઆઈ-સિરીઝ હેલિકોપ્ટર ઉડાન ભર્યાના થોડા સમય બાદ નીલગિરીમાં આ દુર્ઘટના બની હતી.

- Advertisement -



ભારતના અગ્રણી લશ્કરી અધિકારી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત બુધવારે ઊટી નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થઈ ગયા છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 વ્યક્તિઓના મોત થયા છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આવતીકાલે સંસદમાં થયેલા અકસ્માત અંગે નિવેદન આપે તેવી શક્યતા છે.

ક્રૂ સિવાય વિમાનમાં નવ લોકો સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાવતનો સ્ટાફ અને પરિવારના કેટલાક સભ્યો પણ એમઆઈ-સિરીઝ હેલિકોપ્ટરમાં સવાર હતા. આ હેલિકોપ્ટર કોઈમ્બતુર નજીક સુલુર એરબેઝ પર સ્થિત ૧૦૯ હેલિકોપ્ટર યુનિટનું હતું. તે એમઆઈ-17 વી5 વેરિએન્ટ હતું, જે વિશ્વભરમાં ઉપલબ્ધ લશ્કરી પરિવહન હેલિકોપ્ટરનું નવીનતમ સંસ્કરણ હતું.

- Advertisement -



- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular