Sunday, May 31, 2026
HomeGujaratઅમદાવાદમાં વિઝાના નકલી ડોક્યુમેન્ટ બનાવાનું કૌંભાડ SOGએ ઝડપ્યું

અમદાવાદમાં વિઝાના નકલી ડોક્યુમેન્ટ બનાવાનું કૌંભાડ SOGએ ઝડપ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ રાજ્યમાં લોકોને વિદેશ જવાની ઘેલછાનો ફાયદો ઉપાડીને એંજન્ટસ દ્વારા કૌંભાડ આચારવામાં આવતું હોય છે. જોકે તમારી પાસે પુરતા પ્રમાણમાં ડોક્યુમેન્ટ હોય કે ન હોય પણ પૈસાના જોરે બઘુ જ સેટિંગ થઈ જતું હોય છે. ત્યારે અમદાવાદમાં SOG દ્વારા વીઝાના ખોટા ડોક્યુમેન્ટ બનાવવાનું કૌંભાડ ઝડપી પાડવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, SOGના પોલીસ ઈન્સ્પેક્ટર પી.એમ.ગામીતને માહિતી મળી હતી કે અમદાવાદના દિલ્લી દરવાજા ખાતે આવેલી બી.જી.ટાવરમાં બ્લોક નં.એમાં આવેલી કોષ્ટી એસોસીએટ નામની ઓફીસમાં વીઝાના નકલી ડોક્યુમેન્ટ બનાવાનું કૌંભાડ ચાલી રહ્યું છે. પોલીસે માહિતીના આધારે રેડ કરતાં ઓફિસમાંથી સુર્યપ્રકાશ કોષ્ટી, અભિષેક કોષ્ટી, નિશીથ કોષ્ટી, ઉદયપ્રકાશ ચેલુવૈય્યા અને જયેશ કોષ્ટી મળી આવ્યા હતા.

- Advertisement -

પકડાયેલા આરોપીઓ દ્વારા પોતાની પાસે વીઝા મેળવવા આવતી ફાઈલ્સમાં વીઝાને લગતા ખુટતા ડોક્યુમેન્ટ ખોટા બનાવી તેના પર ખોટા રબ્બર સ્ટેમ્પ મારીને ખોટી સહી કરી વીઝા મેળવવાની ફાઈલમાં મૂકી દેતા હતા. પોલીસે હાલ તમામની અટકાયત કરી ઓફિસમાંથી 8.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે અત્યાર સુધીમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવીને કેટલી વીઝાની ફાઈલ્સ અત્યાર સુઘીમાં તૈયાર કરવામાં આવી છે તે હકીકત બહાર આવશે કે કેમ તે જોવાનું રહ્યું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular