Saturday, May 30, 2026
HomeNationalજ્ઞાનવાપી મસ્જિદ કેસઃ હિંદુઓની તરફેણમાં નિર્ણય, અરજી પર સુનાવણી થશે

જ્ઞાનવાપી મસ્જિદ કેસઃ હિંદુઓની તરફેણમાં નિર્ણય, અરજી પર સુનાવણી થશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વારણસીઃ આજે વારાણસીની જિલ્લા અદાલતે કાશીના જ્ઞાનવાપી કેસને લઈને મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે જ્ઞાનવાપીનો મુદ્દો સાંભળવા જેવો છે. આ કેસમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 લાગુ પડતો નથી. તેથી સુનાવણી ચાલુ રહેશે. આ મામલે આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.

મુસ્લિમ પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરતાં કહ્યું હતું કે આ મામલે બિલકુલ સુનાવણી થવી જોઈએ નહીં. આ માટે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 પણ ટાંકવામાં આવ્યો હતો. હિંદુ પક્ષે કોર્ટ સમક્ષ સર્વેના અહેવાલને પણ ટાંક્યો હતો, જે જિલ્લા કોર્ટના આદેશ પર નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. હવે નક્કી થશે કે જ્ઞાનવાપી સંકુલમાં આવેલી શ્રૃંગાર ગૌરીમાં નિયમિત પૂજા કરી શકાય કે નહીં? જ્ઞાનવાપી ખરેખર મસ્જિદ છે કે મંદિર?

- Advertisement -

મે મહિનામાં જિલ્લા કોર્ટમાં સમગ્ર જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં હિન્દુ પક્ષે કુવામાંથી શિવલિંગનો આકાર મળવાનો દાવો કર્યો હતો. તેની તસવીર પણ સામે આવી છે. હિન્દુ પક્ષે તેને સૌથી મોટો પુરાવો ગણાવ્યો હતો. મુસ્લિમ પક્ષે દસ દાવાને ફગાવી દીધા હતા. કહ્યું કે તે ફુવારો હતો. આ માટે વિવિધ દલીલો પણ કરવામાં આવી હતી.

બીજી તસવીર મસ્જિદ બિલ્ડિંગની આવી છે. આમાં મસ્જિદનો ઉપરનો ભાગ અલગ જ દેખાતો હતો, પરંતુ નીચેના ભાગમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ, ત્રિશૂળ, ફૂલ, ઘંટ વગેરે જોવા મળ્યા હતા. જેને જોઈને હિંદુ પક્ષે દાવો કર્યો કે પહેલા આ એક હિંદુ મંદિર હતું, જેના પર મસ્જિદનો આકાર આપવામાં આવ્યો છે. મુસ્લિમ પક્ષે પણ આ દાવાને ફગાવી દીધો હતો.

હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે જ્ઞાનવાપીની દિવાલો પર સંસ્કૃતમાં શ્લોક અને મંત્રો લખેલા છે. તેનો ફોટો પણ ખૂબ વાયરલ થયા હતા. મુસ્લિમ પક્ષે પણ આ દાવાને ફગાવી દીધો હતો. સર્વે દરમિયાન ટીમે મસ્જિદની ઉપરના ગુંબજનું પણ નિરીક્ષણ કર્યું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુંબજની નીચે પણ એક ગુંબજ હતો. આ અંગે બંને પક્ષોએ પોતપોતાના દાવા પણ કર્યા હતા.સર્વે દરમિયાન ટીમ મસ્જિદની અંદર બનેલા ભોંયરામાં પણ ગઈ હતી. હિંદુ પક્ષનો દાવો છે કે આ ભોંયરાના ઘણા ભાગોમાં સ્વસ્તિકના નિશાન હતા. બીજી તરફ મુસ્લિમ પક્ષ આ દાવાને નકારતો રહ્યો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular