Thursday, April 16, 2026
HomeGujaratપોલીસે ગરબે ઘુમવું જોઈએ કે નહીં?- જુઓ અંબાજીનો આ વીડિયો પછી મત...

પોલીસે ગરબે ઘુમવું જોઈએ કે નહીં?- જુઓ અંબાજીનો આ વીડિયો પછી મત નક્કી કરો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અંબાજીઃ પોલીસ કોણ છે? પોલીસ તમારા અને મારા પરિવારમાંથી જ આ ફરજમાં જોડાયેલો એક વ્યક્તિ છે. જોકે તેની જવાબદારીઓ આપણા બધાની નોકરી અને ધંધાઓથી કાંઈક અલગ અને વિશેષ છે જ. સામે તેના હકો આપણા કરતાં કેટલા અલગ છે તે પણ ધ્યાને લેવું જોઈએ. અંબાજીમાં લોકોની સલામતીની જવાબદારી જે પોલીસ કર્મચારીઓના માથે હતી તેઓ ત્યાં મન મુકીને ગરબે ઘુમ્યા તેનો વીડિયો હાલ વાયરલ થયો છે. લોકો આ વીડિયો જોઈ પોત પોતાના મત વ્યક્ત કરી રહ્યા છે.

અહીં આપણે વાત બંને તરફી કરવી છે. એક કે પોલીસના માથે સલામતીની જવાબદારી છે અને ત્યારે આ પ્રકારે ગરબે ઘુમી લોકોની સલામતીને એક તરફ કરવી તે પણ ધ્યાને રાખવું, અને બીજું કે રોજ 15 કલાક જેટલી સરેરાશ ડ્યૂટી, તહેવારો, પ્રસંગો મુકીને પોલીસ થોડો સમય નાચી ગાઈ પોતાનું મનોરંજન કરે તેમાં પણ ખોટું કેટલું. આપણે સામાન્યતઃ પોલીસ કર્મચારીઓને જાણે અજાણે આપણા કરતાં અલગ હોય તેવી રીતે જોઈએ છે, જોકે તેઓ આપણા જ પૈકીના કોઈ પરિવારનું સદસ્ય છે. આપણે જોયું હશે કે તે તહેવારોમાં, પોતાના પારિવારીક પ્રસંગોમાં, જોખમી સ્થિતિઓમાં પણ સતત ડ્યૂટીથી જોડાયેલો રહે છે. તેઓ નવરાત્રીમાં તો માંડ પરિવાર સાથે ગરબે ઘુમી શકે પરંતુ નવરાત્રીના અગાઉ કે પછી જ્યારે તેમને ગરબે ઘુમવાનો સમય મળે ત્યારે ઘણી વખત તેઓ ડ્યૂટીને ભૂલી પણ જાય છે.

- Advertisement -

હાલમાં સોશિયલ મીડિયા પર એક પોલીસ કર્મચારીઓનો ગરબે ઘુમતો વીડિયો વાયરલ થયો. આ વીડિયો અંબાજી ખાતે ગબ્બર પરનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં પોલીસ વર્દીમાં ગરબે ઘુમતી જોઈ શકાય છે. આ વીડિયો જોઈ ઘણાઓએ એક વાત સૂચક કરી કે જ્યારે મોટી સંખ્યામાં લોકો અહીં હતા ત્યારે તેમની સલામતીની જવાબદારી જેમના પર હતી તેઓએ ડ્યૂટી એક તરફ કરી અને ગરબે ઘુમવા લાગ્યા. જોકે બીજી તરફ આપણે ફક્ત નીયમોથી જ તો જીવન જીવતા નથી. સતત ડ્યૂટીના ભાર વચ્ચે પોલીસ પણ માણસ છે અને તેઓને પણ ખુશ થવાનો હક છે તેવા ગણિત પણ ઘણા વિચારકોએ વ્યક્ત કર્યા છે. અહીં આપને આ વીડિયો દર્શાવ્યો છે, જેનો અર્થ માત્ર એટલો છે કે પોલીસ ગરબે ઘુમી શકે કે નહીં તે તમે જાતે જોઈને નક્કી કરો અને તે વીડિયોની ચર્ચાને તમારા જ્ઞાન સાથે એક વૈચારીક રીતે દિશા આપો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular