નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં યોજાવનારી ચૂંટણીની તૈયારીમાં તમામ રાજકીય પક્ષ લાગી ગયા છે. સાથે જ પોલીસ તંત્ર પણ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. આજે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના આદેશથી 116 પોલીસ સબ ઈન્સપેક્ટર્સની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાની અંદર પોલીસ બેડામાં મોડા પાયે ફેરફરા જોવા મળ્યો છે. તેવામાં ફરી એકવાર બદલીનો દોર શરુ થયો છે. અમદાવાદમાં બદલી કરવામાં આવેલા પોલીસ સબ ઈન્સપેક્ટર્સની યાદી નીચે મુજબ છે.












