નવજીવન ન્યૂઝ. ડીસાઃ ડીસામાં લવ જેહાદના બનાવ બાદ સમગ્ર હિન્દુ સમાજમાં રોષ જોવા મળ્યો છે. યુવતીને પ્રમે જાળમાં ફસાવી તેના પરિવારજનોને ધર્માંણતરણ કરવાના મુદ્દે ગઈકાલે ડીસામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેથી ધમધમતા બજાર પણ સજ્જડ બંધ રહ્યા હતા. ઉપરાંત એક રેલી પણ કાઢવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્ય પણ સર્જાયા હતા. હાલ ડીસાના ભાજપના ધારાસ્ભયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને કોંગ્રસના નેતા જીગ્નેશ મેવાણીએ પ્રતિકાર આપતા ભાજપ પર પ્રહાર કર્યા હતા.
ડીસામાં ગઈકાલે લવ જેહાદ વિરૂદ્ધ પગલા ભરવાની માગ સાથે ડીસામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં વેપારી સંગઠનોએ પણ સમર્થન આપ્યું હતું. બંધના એલાન વચ્ચે ડીમાં રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની આવી પહોંચ્યા હતા. આ રેલી દરમિયાનનો ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ માઈકમાં બોલી રહ્યા છે કે, પોલીસ મિત્રને મારી વિનંતી કે ચાર રસ્તા પાસે મારી પબ્લીકને રોકી હોય તો તેના આવવા દો… નહીં તો પરિણામ અહિંને અહિં જ જોવા મળશે.
ધારાસભ્ય શશિકાંતે વધુમાં કહ્યું કે, DySP ઓઝા હોય તો સાંભળી લે… યુવાનોને રોક્યા હોય તો આવવા દો તમે. ભાજપના ધારાસભ્યનો વીડિયો વાયરલ થતાં કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ પ્રતિકાર આપતા સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, સત્તાના અહંકારમાં ભાજપના ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પોલીસને અને DySP કક્ષાના અધિકારીને ધમકાવી રહ્યા છે. એક તો ગ્રેડ પે આપવું નથી અને બીજી બાજુ આ રીતેની દાદાગીરી ! સમગ્ર ગુજરાતના પોલીસકર્મીઓ ભાજપને 2022માં જડબાતોડ જવાબ આપે !. ઉલ્લેખનીય છે કે ગઈકાલે યોજાયેલી રેલી લઘુમતી સમાજના વિસ્તારમાં જતી અટાકવવા પોલીસેને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.








