Friday, May 1, 2026
HomeGujaratરાજકોટ: યુવાનોએ સોશિયલ મીડિયામાં લોક ચાહના મેળવવા જીવ જોખમમાં મૂક્યો, પોલીસે પાઠ...

રાજકોટ: યુવાનોએ સોશિયલ મીડિયામાં લોક ચાહના મેળવવા જીવ જોખમમાં મૂક્યો, પોલીસે પાઠ ભણાવ્યો, જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં હવે ડિજિટલ યુગમાં યુવાનો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોતાની હાજરી દર્શાવવા માટે પોતાનો અને અન્યનો જીવા જોખમમાં મૂકે તેવા સ્ટંટ કરતાં હોય છે, પોલીસ દ્વારા સતત આવા વીડિયો ન બનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે. તેમ છતાં યુવાનો સોશિયલ મીડિયામાં ચાહના મેળવવા માટે આવા વીડિયો બનાવતા હોય છે અને પોસ્ટ કરતાં હોય છે. ગઇકાલે રાજકોટના રેસકોર્સ રોડ પર આવી જ રીતે સ્ટંટ કરતાં બે યુવકોનો વીડિયો વાયરલ થયો હતો. જોકે હાલ રાજકોટ પોલીસ દ્વારા આ બંને યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

પ્રાથમિક જાણકારી મુજબ ગઇકાલે રાતના સમયે રાજકોટના રેસકોર્સ રોડ વિસ્તારમાં બે યુવકો બાઇક લઈને નીકળ્યા હતા, યુવકો અત્યંત ઝડપે બાઇક ચલલવી રહ્યા હતા અને તેની થોડી જ ક્ષણોમાં જોઈ શકાય છે કે બાઈકની પાછળ બેઠોલો વ્યક્તિ ચાલુ બાઈકે ઊભો થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં જો સહેજ પણ ચૂક થાય તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે. આ ઉપરાંત આ યુવકો જે બાઇક ઉપર સ્ટંટ કરી રહ્યા હતા તેની નંબર પ્લેટ પણ નિયમો વિરુદ્ધની હોય તેવું સ્પષ્ટપણે વીડિયોમાં જોઈ શકાય છે.

- Advertisement -

જોકે વીડિયો વાયરલ થતાં જ રાજકોટ પોલીસ તરત એક્શનમાં આવી ગઈ હતી અને જયદીપ વશનાણી અને રોહણ પરમાર નામના બે યુવકોની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની ઉંમર 19 વર્ષ છે. તેમણે પોલીસ પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે તેમણે માત્ર ઇનસ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ચાહના મેળવવા માટે જ આવો વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ બંનેએ હાથ જોડીને માફી પણ માગી હતી. પોલીસ દ્વારા લોક જાગૃતિ માટે Before અને Afterનો પણ એક વિડ્યો પોસ્ટ કરવામાં આવ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular