Friday, April 17, 2026
HomeGujaratજૂનાગઢઃ બ્રાહ્મણના દીકરાને સંસ્કૃત ભણવું ન્હોતું, RTIનો કોર્સ કરવા ઘર છોડીને ભાગી...

જૂનાગઢઃ બ્રાહ્મણના દીકરાને સંસ્કૃત ભણવું ન્હોતું, RTIનો કોર્સ કરવા ઘર છોડીને ભાગી ગયો, પોલીસે આવી રીતે કિશોરને શોધ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢઃ હાલના સમયમાં કિશોર અવસ્થામાં બાળકો દ્વારા લેવામાં આવતા નિર્ણયના કારણે ક્યારેક માતા-પિતા મુશ્કેલીમાં મુકાઈ જતાં હોય છે. મોટા ભાગના માતા-પિતા એવું માનતા હોય છે કે, તેમણે જે શિક્ષણની લાયકાત ધરાવે છે, તે જ લાયકાત તેમના બાળકો પણ ધરાવે. જોકે આવી સ્થિતિમાં બાળકને તે વિષયમાં રસ ન હોવા છતાં માતા-પિતાની ખુશી માટે કરવુ પડતું હોય છે. જેના ક્યારેક ગંભીર પરીણામ આવતા હોય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે.

જૂનાગઢના વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને ગોરપદુ કરીને કરીને જીવન ગુજારતા બ્રાહ્મણના દીકરાને સંસ્કૃત ભણવાની ઈચ્છા ન્હોતી અને RTIનો કોર્સ કરવો હતો. જેથી પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. પરીવારને દીકરાની ભાળ ન મળતા આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. ગુમ થયેલા બાળકને શોઘવા વિસાવદર પોલીસ સ્ટેશનના PI આર. બી. ગઢવી અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી.

- Advertisement -

આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે દીકરા-દીકરીના અપરિપક્વ નિર્ણય આધારે ઘર છોડીને જતા રહે છે અને તેમની જિંદગી બરબાદ થઈ જાય છે. આવા સમયે પોલીસ દેવદૂત બનીને આવીને ઘરેથી નીકળી ગયેલા બાળકને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતા કુટુંબનો પ્રશ્ન સોલ્વ થાય છે અને દીકરા-દીકરીના ભવિષ્યના જીવન સુધરી જાય છે. જેથી જૂનાગઢ રેન્જના ઇન્ચાર્જ DIG નિલેશ ઝાંઝડિયા અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ અને પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવી છે.

સગીર વયનો બાળક ગુમ થવાની બાબતને ગંભીરતાથી લઈને જૂનાગઢ ડિવિઝનના DySP પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના PI આર. બી. ગઢવી અને PSI સુમરાની ટીમ દ્વારા તાત્કાલીક તપાસ હાથ ધરી ટેકનિકલ સોર્સ દ્વારા મળેલી માહિતી આધારે ગુમ થયેલો કિશોર મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે પહોંચવાની તૈયારીમાં હતો. જેથી રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસનો સંપર્ક કરી RPF PSI ચૌધરી અને ઉજ્જૈન RPF PI મીણા સાથે સંકલન કરી બાળકને ટ્રેનમાંથી શોધી કાઢયો હતો.

ત્યાર બાદ બાળકને ચાઈલ્ડ હેલ્પલાઇન ખાતે રાખીને કુટુંબીજનોને તાત્કાલિક ઉજ્જૈન મોકલી દીધા હતા અને બાળકનો કબજો સંભાળ્યો હતો. બાળકનું પરિવારજનો સાથે મિલન કરાવતા પરિવારે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવીને દીકરાની પસંદ નાપસંદનું ધ્યાન રાખવા માતા-પિતાને વિનંતી કરવામાં આવી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હોત તો, પોતાના સંતાનની માહિતી ખુબ અધરી બની જાત અને બાળક ક્યારેક તો મળશે તેવી આશાએ જીવન પસાર કરવું પડતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular