Thursday, April 23, 2026
HomeNationalડાન્સર સપના ચૌધરી મુશ્કેલીમાં, લખનઉ કોર્ટે જારી કર્યું ધરપકડ વોરંટ

ડાન્સર સપના ચૌધરી મુશ્કેલીમાં, લખનઉ કોર્ટે જારી કર્યું ધરપકડ વોરંટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. લખનઉ: લખનઉની એક કોર્ટે સોમવારે પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી સામે ડાન્સ પ્રોગ્રામ રદ કરવા અને ટિકિટ ધારકોને પૈસા પરત ન કરવા બદલ ધરપકડ વોરંટ જારી કર્યું છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શાંતનુ ત્યાગીએ સુનાવણીની આગામી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી છે. નવેમ્બર 2021માં પણ આ જ કોર્ટ દ્વારા આ કેસમાં તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સપના ચૌધરી કોર્ટમાં હાજર થઈ અને તેને જામીન મળી ગયા.

સપના ચૌધરી સોમવારે આ કેસમાં સુનાવણી માટે હાજર થવાની હતી, પરંતુ સપના ચૌધરી કોર્ટમાં હાજર નહોતા થયા અને ન તો તેમના તરફથી કોઈ અરજી કરવામાં આવી હતી. તેના પર કોર્ટે તેની સામે કડક વલણ અપનાવતા સપના ચૌધરી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો છે. આ મામલામાં સબ ઈન્સ્પેક્ટર ફિરોઝ ખાને 14 ઓક્ટોબર 2018ના રોજ શહેરના આશિયાના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

- Advertisement -

આ મામલો વર્ષ 2018નો છે. 13 ઓક્ટોબરે એક પોલીસ અધિકારીએ સપના ચૌધરી પર આશિયાના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. તેણે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તે જ દિવસે લખનૌના સ્મૃતિ ઉપવનમાં સપના ચૌધરીનો ડાન્સ પ્રોગ્રામ થવાનો હતો, જેની હજારો ટિકિટો પણ વેચાઈ હતી. સપના ચૌધરીને એડવાન્સ રકમ પણ આપવામાં આવી હતી પરંતુ સપના કાર્યક્રમમાં પહોંચી ન હતી, જેના કારણે કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો હતો. સપનાએ આ ઈવેન્ટ માટે જે પૈસા લીધા હતા તે પણ આયોજકોને પરત કરવામાં આવ્યા ન હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular