Sunday, June 28, 2026
HomeGujaratઅમદાવાદમાં છેલ્લા 8 મહિનાથી મુંબઈથી ડ્રગ્સ લાવીને વેચાતું, આ વખતે ક્રાઈમ બ્રાન્ચ...

અમદાવાદમાં છેલ્લા 8 મહિનાથી મુંબઈથી ડ્રગ્સ લાવીને વેચાતું, આ વખતે ક્રાઈમ બ્રાન્ચ તાકમાં બેઠી હતી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં દારૂ સાથે ડ્રગ્સનું દુષણ દિવસેને દિવસે વધી રહ્યું છે, યુવાનોને શિકાર બનાવીને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવતા હોય છે. અમદાવાદમાં પોલીસની સતર્કતાના કારણે અનેક વખતે ડ્રગ્સ પેડલર્સને પકડી પાડવામાં આવ્યા છે. તેમ છતાં અનેક પેડલર્સ શહેરમાં ડ્રગ્સ ઘુસાડીને યુવાનો સુઘી પહોંચાડવામાં સફળ થતાં હોય છે. ત્યારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં વેપલો કરતા 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર ડી.બી.બારડ અને એસ.જી.દેસાઈને માહિતી મળી હતી કે, મુંબઈથી ગેરકાદે એમ.ડી ડ્રગ્સનો જથ્થો એક ઈકો સ્પોર્ટ કારમાં 4 વ્યક્તિઓ લઈને અમદાવાદમાં આવી રહ્યા છે. માહિતી મળતાની સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર ડી.બી.બારડ અને એસ.જી.દેસાઈ, પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.એચ.શિણોલ, જી.આર. ભરવાડ, એસ.બી.પટેલ અને બી.વી.બેંકર તથા અન્ય પોલીસકર્મીઓએ કારને ઝડપી પાડવા માટે એસ.પી.રીંગ વટવા-રોપડા ચાર રસ્તા પાસે રોડ પર વોચ ગોઠવી હતી.

- Advertisement -

આ દરમિયાન GJ38BA1252 નંબરની ઈકો સ્પોર્ટ ગાડીમાં આવતા 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. તેમની ઝડતી કરતાં 289 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. ઈદ્રીશ ઉર્ફે ઈદુ અબ્દુલહમીદ શેખ જેની પાસેથી 203.900 ગ્રામનો મેકેડ્રોનનો જથ્થો, મોહમંદઈરફાન ઉર્ફે રાજાબાબુ મોહમંદયાસીન શેખ પાસેથી 85.100 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે અન્ય બે ઘનુષ ઉર્ફે બીટ્ટુ રમણીકભાઈ આસોડીયાના અને મનુ સાયમલ રબારી પાસેથી રોકડ રમક મળી આવી હતી. પોલીસે કુલ 38 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પોલીસે ઝડપેલા આરોપી ઈદ્રીશ ઉર્ફે ઈદુ અબ્દુલહમીદ શેખ અને મોહમંદઈરફાન ઉર્ફે રાજાબાબુ મોહમંદયાસીન શેખ છેલ્લા આઠ મહિનાથી મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદના પેડલર્સ મારફતે વેચાણ કરતા હતા. બંને આરોપી ગત 11.8.22 ના રોજ ડ્રગ્સ લેવા માટે મુંબઈ ગયા હતા. ત્યારબાદ સુરત સુધી ખાનગી ટ્રાવેલ્સમાં આવ્યા હતા. સુરત આવેલા બંને આરોપીને લેવા માટે ઘનુષ અને મનુ ઈકો સ્પોર્ટ કાર લઈને સુરત હાઈવે ગયા હતા. ત્યારબાદ કારમાં અમદાવાદમાં આવી રહ્યા હતા દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આરોપીઓને ડ્રગ્સનો જથ્થો આપનારનું નામ આદિલ રહે, ભીંડીબજાર, ડોંગરી, મુંબઈનો હોવાનું સામે આવ્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular