Wednesday, June 24, 2026
HomeInternationalહુમલામાં ગંભીર રીતે ઘાયલ લેખક સલમાન રશ્દી વેન્ટિલેટર પર, હુમલાખોરની ઓળખ થઈ

હુમલામાં ગંભીર રીતે ઘાયલ લેખક સલમાન રશ્દી વેન્ટિલેટર પર, હુમલાખોરની ઓળખ થઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્કમાં શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર એક વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ લેખકને ગળા અને પેટમાં છરી મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. હાલમાં તે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે અને તેમની એક આંખ ગુમાવી શકે છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીની ઓળખ કરી લીધી છે.

લેખકના એજન્ટે કહ્યું કે, સલમાન રશ્દીના એક હાથની નસ તૂટેલી છે અને તેમના લીવરને નુકસાન થયું છે. તેની સાથે એક આંખ પણ જઇ શકે છે. તેમના એજન્ટ એન્ડ્ર્યુ વાઈલીએ ઈમેલમાં લખ્યું છે કે, “સમાચાર સારા નથી. સલમાને એક આંખ ગુમાવી દીધી હોવાની શક્યતા છે, તેમના હાથની નસ કપાઈ ગઈ છે. તે જ સમયે, હુમલાને કારણે તેમનું લીવર પણ ડેમેજ થઈ ગયું છે. પોલીસે આરોપીની ઓળખ હાદી માતર તરીકે કરી છે, જે ન્યુ જર્સીના વતની છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલા પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી.”

- Advertisement -

તમને જણાવી દઈએ કે હાદી માતરે રશ્દીને ઘણી વાર ચાકુ માર્યા હતા. આ ઘટનામાં સ્ટેજ પર હાજર ઈન્ટરવ્યુ લેનારને પણ માથામાં ઈજા થઈ હતી. આ ઘટના જોઈને ઓડિયન્સમાં હાજર લોકો સ્ટેજ પર પહોંચ્યા અને શંકાસ્પદ વ્યક્તિને નીચે ઉતાર્યા, ત્યારબાદ કાર્યક્રમમાં હાજર એક સૈનિકે તેની ધરપકડ કરી. હુમલા બાદ રશ્દીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular