Saturday, May 2, 2026
HomeGujaratનિર્લિપ્ત રાયને મળી સફળતાઃ લઠ્ઠાકાંડના આરોપી સમીર પટેલ સહિતના AMOS કંપનીના તમામ...

નિર્લિપ્ત રાયને મળી સફળતાઃ લઠ્ઠાકાંડના આરોપી સમીર પટેલ સહિતના AMOS કંપનીના તમામ ડાયરેક્ટરના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ અને બોટાદમાં લઠ્ઠાકાંડમાં પછી 50થી વધુ લોકોના મોત થઈ ગયા, જે પછી જે કંપનીમાંથી ઈથેનોલ ચોરાયું હોવાનું રટણ કરાયું હતું તે કંપની એટલે કે એમોસ કંપની સામે આંગળીઓ ચિંધાવા લાગી. આ દરમિયાનમાં નિષ્પક્ષ તપાસની માગ ઉઠતા બંને કેસને નીર્લિપ્ત રાય અને જ્યોતિ પટેલને સોંપી દેવામાં આવી.

આ ઘટનામાં ઘણા લોકોના મોત નિપજ્યા જે પછી ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારની દારુબંધી માટેની નીતિઓ પર દેશભરમાંથી આંગળીઓ ઉઠવા લાગી હતી. જરૂરી હતું કે આ ગુનાના આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય. જોકે પોલીસે જેતે સમયે સ્થાનીક બુટલેગર જયેશ સહિત ઘણા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે આ કેસમાં એમોસ કંપનીના સમીર પટેલ સહિતના ડાયરેક્ટર્સની સંડોવણી હોવાના પ્રશ્નો ઉપસ્થિત થયા અને તે જ ગાળામાં ગુજરાત સરકાર દ્વારા આ કેસની તપાસ આઈપીએસ અધિકારી અને સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નીર્લિપ્ત રાય અને જ્યોતિ પટેલને સોંપી દેવાઈ. જે તપાસ સોંપાતાની સાથે જ આ ગુનામાં સંડોવાયેલાઓને પરસેવો છૂટવા લાગ્યો હતો. તેવામાં નીર્લિપ્ત રાયે સમીર પટેલ સહિતનાઓને હાજર થવા કહ્યું હતું.

- Advertisement -

જોકે જે તે સમયગાળા દરમિયાન કોઈએ દર્શન દીધા નહીં અને પોલીસે જ્યારે તેમને શોધવાનું શરૂ કર્યું તો કોઈ મળ્યા પણ નહીં. પોલીસે એમોસ કંપનીના સમીર પટેલ સહિતનાઓ સામે સ્વદોષ માનવવધની કલમ અંતર્ગત કાર્યવાહી શરૂ કરતાં આરોપીઓના પગ ઢીલા પડી ગયા હતા. તેમણે તુરંત આગોતરા જામીન માટે અરજી કરી હતી. હવે કોર્ટના નીર્ણય પર નિર્લિપ્ત રાયની તપાસનો ટેકો હતો. બોટાદ સેશન્સ કોર્ટે પણ પોલીસની તરફેણમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તમામના આગોતરા જામીર ખારીજ કરી દીધા છે. હવે મોટા માથાના આરોપીઓની ધરપકડનો સિલસિલો શરૂ થાય તો નવાઈ નહીં.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular