Saturday, May 2, 2026
HomeGujaratછોટા માલિયાઃ અમદાવાદના આ ભેજાબાજોએ Axis બેન્કનું 1.13 કરોડનું ફુલેકું ફેરવ્યું, ધડાધડ...

છોટા માલિયાઃ અમદાવાદના આ ભેજાબાજોએ Axis બેન્કનું 1.13 કરોડનું ફુલેકું ફેરવ્યું, ધડાધડ 142 ક્રેડિટકાર્ડ વાપર્યા પછી…

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં બેન્ક સાથે છેતરપીંડી કરી ભેજાબાજે એક્સિસ બેન્કનું કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થીક ગુના નિવારણ શાખાએ તેને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો એવી છે કે, ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદને મળેલી અરજી પ્રમાણે મેડીક લાઈફ સાયન્સ પ્રા. લી., મેડીઓનસ હેલ્થ પ્રા.લી. તથા જાયન્ટ સિક્યોર સોલ્યુશન પ્રા.લી. નામની કંપનીઓમાં કેટલાક અજાણ વ્યક્તિઓના દસ્તાવેજો દ્વારા કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ બતાવી એક્સિસ બેન્કની અલગ અલગ બ્રાન્ચમાં વર્ષ 2019થી 2022 સુધી ખોટા બેન્ક એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. જેમાં કંપનીના ડાયરેક્ટર-મેનેજરએ તે કર્મચારીઓના ખાતામાં પગાર જમા કરી તે રકમ પાછી મેળવી લીધી અને પછી સેલેરી સ્લીપના આધારે એક્સિસ બેન્કમાંથી કુલ 142 ક્રેડીટ કાર્ડ મેળવ્યા હતા. જે કાર્ડની લીમીટ પ્રમાણે પાછા ખોટા ઊભા કરેલા ગ્રીન ગ્રોફર્સ, ધનલક્ષ્મી સુપર માર્કેટ, ફ્રેસ ઓર્ગેનિક ટ્રેડિંગ, મહાલક્ષ્મી સુપર માર્કેટ અને ગ્રોસરી સ્ટોર્સ ઊભા કરીને તે સ્ટોરના સ્વાઈમ મશીનમાં જાતે જ અથવા મળતીયાઓ પાસે કાર્ડ સ્વાઈપ કરીને, કુલ રૂપિયા 1,13,72,433ની છેતરપીંડી કરી હતી.

- Advertisement -

આ અરજી મળતા પીઆઈ એસ જી દેસાઈ, એમ એ સિંહ, પીએસઆઈ જી આર ભરવાડ સહિતની ટીમ તૈયાર કરવામાં આવી જેમણે બેન્કનો સંપર્ક કરી જરૂરી વિગતો મેળવી અને તેમના ડોક્યૂમેન્ટ્સનો અભ્યાસ કર્યો. ક્રેડિટ કાર્ડના વ્યવહારોની તપાસ શરૂ કરી જેમાં આ બધી માયાજાળ ખોટી હોવાનું સામે આવ્યું. પોલીસને તપાસ દરમિયાન નિખીલ રમેશ પટેલ (ઉં.23 વટવા, અમદાવાદ), ગૌરવ પટેલ (બોપલ, અમદાવાદ), જયેશ મકવાણા (આણંદ), પ્રતિક પરમાર (ખોખરા, અમદાવાદ), જીગર પંચાલ (બોપલ, અમદાવાદ), ચીમન ડાભી (બોપલ, અમદાવાદ) અને પાર્થ પટેલ (ભરૂચ)ની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.


- Advertisement -

પોલીસ સામે ગુનાની મોડસ ઓપરેન્ડી સામે આવી કે ખોટી કંપનીઓ ઊભી કરી, આ શખ્સોએ લાયકાત કે ભણતર નહીં ધરાવતા વ્યક્તિઓના જાણકારી બહાર તેમને તેમના કર્મચારીઓ બતાવી તેમના નામે ખાતા સેલેરી એકાઉન્ટ ખોલાવી તેમાં પગાર જમા કર્યો અને તે પગાર ઉપાડી લઈને ક્રેડિટ કાર્ડ સેલેરી સ્લીપના આધારે મેળવી લીધા અને પછી કાર્ડની લીમીટ પ્રમાણે ખોટી કંપનીઓના પીઓએસ મશીન દ્વારા સ્વાઈપ કર્યા અને તેમાંથી પણ રૂપિયા મેળવ્યા. પોલીસે આ સાતેયને શોધી કાઢ્યા અને તેમની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે તેમની ધરપકડ કરી 16 સ્વાઈપ મશીન, 57 ક્રેડિટ કાર્ડ, 37 ડેબીટ કાર્ડ, ફોન, લેપટોપ સહિતનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પોલીસે તેમની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular