Saturday, May 23, 2026
HomeGujaratસુરેન્દ્રનગરમાં PGVCLના જુનિયર એન્જિનિયરને નવા વીજ કનેક્શન માટે ખીસ્સું ગરમ કરતા મળ્યો...

સુરેન્દ્રનગરમાં PGVCLના જુનિયર એન્જિનિયરને નવા વીજ કનેક્શન માટે ખીસ્સું ગરમ કરતા મળ્યો 440 વોલ્ટનો ઝટકો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં વીજળી આપવા બાબતે ખીસું ગરમ કરવા જતાં અધિકારીને 440 વોલ્ટનો ઝાટકો લાગ્યો છે. સાયલામાં નવી હોટલ માટે વીજ કનેકશન આપવા માટે પી.જી.વી.સી.એલના વર્ગ 2ના જુનિયર એન્જિનિયરે 60 હજારની માતબાર રકમની માગણી કરી હતી. જોકે લાંચની રકમ લેવા જવામાં અધિકારીને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

માહિતી અનુસાર, રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર સાયલા નજીક વખતપર બોર્ડ પાસે ફરિયાદીને સરકારી જમીનમાં હોટલ બનાવવાની હતી. જેમાં નવા વીજ કનેક્શન મેળવવા માટે પી.જી.વી.સી.એલના નારણ કેશાભાઈ પટ્ટણી જૂનીયર એન્જીનીયર વર્ગ-૨એ ફરિયાદી પાસે ૬૦ હજારની લાંચની માંગણી કરી હતી. જે પૈકીના અડધા ૩૦ હજાર કામ થયા પહેલા આપવાનું નક્કી કર્યું હતું અને ૧૦ હજાર ગઈકાલે આપવાની વાતચીત કરતા રકઝકના અંતે ૫૫ હજાર આપવાના નક્કી કર્યા હતા.

- Advertisement -

વાતચીત મુજબ અડધી રકમ ૩૦હજાર કામ થયાના પહેલા અને બાકી ૨૦ હજાર આજે આપવાનું નક્કી કર્યું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી સમગ્ર બાબત અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદ આધારે ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.રાણાએ સાયલાના પી.જી.વી.સી. એલ. ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં લાંચનું છટકું ગોઠવતા છટકા દરમિયાન નારણ પટ્ટણીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની સ્વીકારતા પકડાઈ ગયો હતો. એસીબીએ આરોપીને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular