Friday, May 1, 2026
HomeGujaratઅમદાવાદમાં વધુ એક હનીટ્રેપ, પતિ બહાર જાય છે તેમ કહીને એક વેપારીને...

અમદાવાદમાં વધુ એક હનીટ્રેપ, પતિ બહાર જાય છે તેમ કહીને એક વેપારીને ઘરે બોલાવીને 2.70 લાખ પડાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આમદવાદમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને તેમના સાથીદારો દ્વારા અનેક વ્યક્તિઓને ખોટી રીતે ફસાવીને પૈસા પડાવવાની ઘાટનો સામે આવી રહી છે. આવા કિસ્સાઓને હનીટ્રેપ કહેવામા આવે છે, જેમાં મહિલાઓની મદદથી અલગ-અલગ વ્યક્તિઓને ફસાવવામાં આવે છે અને ત્યાર બાદ આ વ્યક્તિઓને બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે. તાજેતરમાં એક આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરણિત યુવતીએ એક વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી હતી અને ત્યાર બાદ જાતિય સંબંધો પણ બાંધ્યા હતા અને ત્યાર બાદ આ વ્યક્તિને બ્લેકમેલ કરીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા.

ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ ફરિયાદીને એક મહિલા સાથે સોશિયલ મીડિયા દ્વારા ક્વેક ક્વેક નામની એપ્લીકેશન દ્વારા મિત્રતા થઈ હતી. ત્યાર બાદ તેમની મિત્રતા વધી અને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના મધ્યમથી તેમની વાતો થવા લાગી હતી. ત્યાર બાદ એક દિવસે તેમની મહિલા મિત્રએ ફરિયાદીને જણાવ્યુ હતું કે તેમના પતિ બહાર ગયા છે, આવું કહીને ફરિયાદીને ઘરે મળવા બોલાવ્યા હતા. ફરિયાદીને ઘરે બોલાવીને તેમને બેડરૂમમાં લઈ ગયા હતા અને જ્યાં તેમણે જાતિય સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ યુવતીના ઘરમાંથી બે યુવકો બહાર આવ્યા હતા અને તેમણે ફરિયાદીને બળાત્કારની ખોટી ફરિયાદમાં ન ફસાવવા માટે તેમણે ફરિયાદી પાસે 5 લાખ રૂપિયાની માગણી કરી હતી અને બાદમાં 2.70 લાખ લઈને વાત પતાવવા કહ્યું હતું.

- Advertisement -

ત્યાર બાદ ફરિયાદીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મૂળ આંબાવાડી વિસ્તારમાં રહે છે અને વેપાર ધંધો કરે છે. હનીટ્રેપ કરતી ટોળકીએ તેમની પાસેથી 5 લાખની માગણી કરી હતી અને બાદમાં પહેલા 70 હજાર અને બાદમાં 2 લાખ એમ કૂલ 2 લાખ 70 હજાર રૂપિયા પડાવી લીધા હતા. અત્યારે હાલ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular