Saturday, May 23, 2026
HomeGujaratચોકાવનારું: ગુજરાતના આ ચાર પોલીસ સ્ટેશનમાં 5 વર્ષમાં 10900 મહિલાઓ વિરુદ્ધ દારૂના...

ચોકાવનારું: ગુજરાતના આ ચાર પોલીસ સ્ટેશનમાં 5 વર્ષમાં 10900 મહિલાઓ વિરુદ્ધ દારૂના કેસ નોંધાયા

- Advertisement -

દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ. સુરત): ગુજરાતનાં બોટાદની જીવલેણ ઘટના બાદ રાજકીય પક્ષોએ સત્તાધારી પક્ષ પર અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કરવા પોલિટિકસના પોપટ બનીને કામ કરતાં પોલીસ વિભાગના કેટલાક અધિકારઓ સાથે રજ્ય પોલીસ વિભાગની કામગીરી પર પણ માછલાં ધોવાયા છે, ત્યારે પોલીસ વિભાગે પોતાની લાજ બચાવવા અનેક પ્રકારે ધમ પછાડાઓ કર્યાનું જ્યારે ખુદ રાજ્ય પોલીસ વડા એ પોતાનું ટ્વિટર હેન્ડલ અગાઉ કરતાં વધુ ઉપયોગી બનાવી રાજ્યમાં પોલીસે કરેલી પ્રોહિબિશનની કામગીરીની આકડાકીય માહિતી મૂકવાની વાતે નોંધ લેવાઈ રહી છે.

- Advertisement -

બોટાદની જીવલેણ ઘટનામાં અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ રાજયમાં દારૂબંધીના કાયદાની કડક પણે અમલવારી કરવામાં આવતી હોવાનો પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહી રહ્યો છે. ત્યારે રાજયમાં દારૂબંધી કે દારૂસંધિ તેનો પોલીસ ખાતા પાસેથી મળેલી સત્તાવાર માહિતીને આધારે નવજીવન તેના વાચકો સમક્ષ એક ચોકાવનારૂ સત્ય લઈને આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહી દેશી અને ભારતીય બનાવટના વિદેશી દારૂનું મોટા પાયે વેચાણ થાય છે. ત્યારે સુરત જિલ્લાના સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ઓલપાડ, કામરેજ, માંગરોલ અને પલસાણા આ ચાર પોલીસ સ્ટેસનમાં ગત વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ સુધી નોધાયેલા પ્રોહિબીશનના કેસની માહિતી અધિકાર અન્વયે આપવામાં આવેલી માહિતીના ચોકાવનારા આકડાઓએ ગુજરાતમાં દારૂબંધી કેટલી કારગર છે તે નોધાયું છે.

ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષમાં સૌથી વધુ એટલે કે ૪૪૮૦ મહિલાઓ અને ૧૬૮૯ પુરુષ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે. ત્યારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પુરુષની સરખામણીએ ત્રણ ઘણી વધુ મહિલાઓ દારૂનો વેપલો કરતી આવી હોવાનું પોલીસ ચોપડે નોધાયું છે. માંગરોલ પોલીસ સ્ટેશનમાં ૧૨૦૬ મહિલાઓ અને ૭૯૯ પુરુષ અહી પણ પુરુષ કરતાં મહિલાઓ વધુ પડતી દારૂનો વેપલો કરતી હોવાનું આકડા પરથી નોધાય છે. પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં ૧૧૪૩ મહિલાઓ અને ૭૨૬ પુરૂષ અહી પણ અન્ય પોલીસ સ્ટેશન જેવી જ પરિસ્થિતી છે. આ સાથે જ કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં પણ ઓલપાડ પોલીસ સ્ટેશન જેવા જ ચોકાવનારા આકડાઓ મુજબ પાંચ વર્ષમાં ૪૧૫૬ મહિલાઓ અને ૧૪૯૮ પુરૂષ વિરુદ્ધ કેસ નોધાયા છે ત્યારે અહી પણ પુરુષોની સરખામણી ત્રણ ઘણી વધુ મહિલાઓ દારૂનો વેપલો કરી રહી છે.

આમ એક માત્ર સુરત ગ્રામ્ય પોલીસના ચાર પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષમાં અધધધ ૧૦૯૮૫ મહિલાઓ અને ૪૭૧૨ પુરૂષો વિરુદ્ધ નોધાયેલા કેસના આકડા પરથી પુરૂષ કરતાં ત્રણ ઘણી વધુ મહિલાઓ દારૂનો વેપલો કરતી હોવાનું પોલીસ દફતરે મહિલાઓ વિરુદ્ધ નોધાયેલા કેસના અકડાઓએ ફલિત થાય છે. ત્યારે સરકારનો મહિલા સશક્તિકરણ અભિયાન દારૂના વ્યવસાયમાં મહિલાઓની વધેલી સંખ્યાએ સફળ થયાનું કહેવું ખોટું નથી. આટલુ જ નહિ પણ પોલીસ દફતરે નોધાયેલા કેસની સંખ્યાએ ગુજરાત રાજયમાં દારૂબંધીના કાયદાનો કેવો અમલ થાય છે તે પણ સ્પસ્ટ પણે નજરે પડે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular