Saturday, May 23, 2026
HomeNational'ગુજરાતીઓ-રાજસ્થાનીઓને હટાવી દો તો તમે...' રાજ્યપાલ કોશ્યરીના નિવેદન પછી લાલઘૂમ થયા ઠાકરે

‘ગુજરાતીઓ-રાજસ્થાનીઓને હટાવી દો તો તમે…’ રાજ્યપાલ કોશ્યરીના નિવેદન પછી લાલઘૂમ થયા ઠાકરે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરી પર નિશાન સાધ્યું છે. રાજ્યપાલના એ નિવેદન પર વિવાદ થયો છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને મહારાષ્ટ્રમાંથી હાંકી કાઢવામાં આવશે તો રાજ્ય પાસે એક પણ પૈસા બચશે નહીં. ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ પર “હિંદુઓમાં ભાગલા પાડવાનો” આરોપ લગાવ્યો, કહ્યું કે આ ટિપ્પણી ‘મરાઠી માણુસ’ અને મરાઠી ગૌરવનું અપમાન છે. માફીની માંગ કરતા ઠાકરેએ કહ્યું, “સરકારે નિર્ણય લેવો જોઈએ કે તેમને ઘરે પાછા મોકલવા કે જેલમાં.”

તેમણે કહ્યું, ‘હવે જે નવા હિંદુઓ બન્યા છે, હું તે શાસક હિંદુઓને પૂછવા માંગુ છું. હું આ જાણી જોઈને કહી રહ્યો છું કારણ કે તેમના કહેવા પ્રમાણે મેં હિન્દુત્વ છોડી દીધું છે.’ રાજ્યપાલ કોશ્યારીએ શુક્રવારે એક નિવેદન દરમિયાન કહ્યું હતું કે, ‘જો તમે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢી મુકશો તો તમારી પાસે એક પણ પૈસા બચશે નહીં. તેને આર્થિક મૂડી પણ કહેવાશે નહીં.’ ઠાકરેએ કહ્યું કે તેઓ જાણતા નથી કે રાજ્યપાલ કોશ્યારીના પદને માન આપવા માટે તેમણે કેટલો સમય મૌન રહેવું પડશે. તેમણે કહ્યું, ‘હું રાજ્યપાલના પદ વિશે કંઈ નથી કહી રહ્યો પરંતુ તે ખુરશી પર બેઠેલી વ્યક્તિએ તે ખુરશીનું સન્માન કરવું જોઈએ.’

- Advertisement -

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, ‘છેલ્લા બે-ત્રણ વર્ષમાં તેમના નિવેદનો જોતા લાગે છે કે આવા લોકો ફક્ત મહારાષ્ટ્રના ભાગ્યમાં જ કેમ આવે છે? મુખ્યમંત્રી તરીકે, જ્યારે કોવિડ -19 ના કેસ વધી રહ્યા હતા, લોકો મરી રહ્યા હતા, હું તેના પર કામ કરી રહ્યો હતો અને તેઓ મંદિર ખોલવાની ઉતાવળમાં હતા. બાદમાં સાવિત્રીબાઈ ફૂલેનું અપમાન કર્યું. આજે મહારાષ્ટ્રમાં જ મરાઠી માણુસનું અપમાન થયું.

સાથે જ તેમણે કહ્યું કે મરાઠી માણુસ ગુસ્સામાં છે. 105 લોકોએ બલિદાન આપીને મુંબઈને મહારાષ્ટ્રમાં રાખ્યું છે. લોકોએ લોહી વહાવીને મુંબઈ બનાવ્યું છે. આજે મરાઠી માણુસનો મુદ્દો ઉઠાવીને તેમણે લોકોમાં રોષ ઠાલવ્યો છે. રાજ્યપાલ રાષ્ટ્રપતિના સંદેશવાહક છે, તે આખા દેશમાં રાષ્ટ્રપતિના શબ્દો લઈને જાય છે. પરંતુ જો તેઓ અહીં ભૂલ કરશે તો તેમની સામે પગલાં કોણ લેશે? તેમણે મરાઠી માણુસ અને મરાઠી ગૌરવનું અપમાન કર્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular