Wednesday, July 8, 2026
HomeGujaratવડોદરાના કુખ્યાત બુટલેગરનો લાખોનો દારૂ કટીંગ થતો હતો'ને પોલીસ ત્રાટકી, 50 લાખનો...

વડોદરાના કુખ્યાત બુટલેગરનો લાખોનો દારૂ કટીંગ થતો હતો’ને પોલીસ ત્રાટકી, 50 લાખનો મુદામાલ જપ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં જાણે અચાનક જ દારૂના હેરાફેરી અને અડ્ડાઓ વિશે પોલીસને માહિતી મળતી થઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. બોટાદ લઠ્ઠાકાંડ બાદ કડકાઈથી દારૂબંધીની અમલવારી કરવામાં આવી રહી છે. જો કે પોલીસની આ કામગીરીથી બુટલેગર્સ પણ થોડા દિવસ આરામના મોડમાં જતા રહ્યા હોય તેમ અડ્ડાઓ બંધ કરી દીધા છે. તેવામાં વડોદરામાં દારૂનું કટીંગ થતી વખતે પોલીસ ત્રાટકતા લાખો રૂપીયાનો દારૂ ઝડપી પાડયો છે.

પોલીસને મળેલી માહિતી અનુસાર, વડોદરાના વરણામા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં UP પાસીંગના ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થાને કટીંગ કરીને અન્ય વાહનોથી અલગ-અલગ જગ્યા પર લઈ જવાના છે. પોલીસને માહિતી મળતા મોડી રાત્રે શંકરપુરા ગામે જવાના રોડ ઉપર આવેલા રતનપુર એસ્ટેટ પાસે સાઈન ઈન્ડસ્ટ્રીઝ નજીક આવેલા ખુલ્લા મેદાનમાં એક UP 78 CN 5074 નંબરના ટ્રકમાંથી અંધારામાં દારૂનું કટીંગ ચાલતું હતું તે દરમિયાન પોલીસ ત્રાટકી હતી.

- Advertisement -

પોલીસે ટ્રકમાંથી કુલ 19 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ઉપરાંત અન્ય વાહનોમાં કટીંગ કરતા પાંચ વાહનો પણ ઝડપી પાડયા હતા. પોલીસે કુલ 50 લાખનો મુદામાલ જપ્ત કરીને દારૂ મગાવનાર બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનિકાંત જયસ્વાલ અને દારૂ મોકલનાર વ્યક્તિ સહિત કુલ 6 સામે ગુનો દાખલ કર્યો છે. જો કે દર વખતની જેમ આ વખતે પણ દારૂ મગાવનાર અને મોકલનાર પોલીસના હાથે પકડાયા નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ આરોપી સુધી પહોંચશે કે માત્ર વોન્ડેડ જાહેર કરીને જ રાજી રહેશે?

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular