Friday, May 15, 2026
HomeGujaratજામનગર: ખાનગી હોસ્પિટલની હડતાલ વચ્ચે સરકારી હોસ્પિટલમાં ભારણ વધ્યું છતાં સ્ટાફે દર્દીઓને...

જામનગર: ખાનગી હોસ્પિટલની હડતાલ વચ્ચે સરકારી હોસ્પિટલમાં ભારણ વધ્યું છતાં સ્ટાફે દર્દીઓને મુશ્કેલી ન આવવા દીધી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: ગુજરાતમાં આજે ખાનગી હોસ્પિટલના સંચાલકો હડતાલ પર ઉતરતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ખાનગી હોસ્પિટલ બંધ રહેતા સરકારી હોસ્પિટલમાં ભારણ વધુ હતું તેમ છતાં સ્ટાફની કામગીરીના કારણે ખુબ સારી રીતે જવાબદારી નિભાવી લેતા દર્દીઓએ રાહત અનુભવી હતી. ગુજરાતમાં 30 હજાર કરતાં વધારે ખાનગી હોસ્પિટલ, તબીબો અને લેબોરેટરીના સંચાલોકોએ બંધ રાખીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતમાં ફાયર NOC અને ફરજિયાત ICU ગ્રાઉન્ડ ફલોર પર રાખવાના નિર્ણયને કારણે રાજ્યભરમાં ખાનગી હોસ્પિટલના તબીબીઓ એક દિવસની હડતાલ પર ઉતર્યા હતા. જામનગરના પણ અનેક ખાનગી હોસ્પિટલ સંચાલક તબીબો હડતાલ માં જોડાયા હતા. જામનગરના 300થી વધારે ખાનગી તબીબોએ ફાયર NOC અને ICUના નિયમ વિરૂધ્ધમાં હડલાતમાં હિસ્સો બન્યા હતા. હડતાલના કારણે વહેલી સવારથી હોસ્પિટલ અને દવાખાના સહિતના ઈમરજન્સી બંધ રહી હતી. સરકાર અને તબીબની લડાઈનો ભાગ સામન્ય જનતા બની હતી.

- Advertisement -

ખાનગી તબીબોની હડતાલના કારણે દર્દીઓ જાણે રામ ભરોસે છોડી દીધા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ઈમરજન્સીમાં દર્દીઓ નજીકના દવાખાને પહોંચવા પ્રયત્ન કરતા હોય છે પરંતુ આજે જી.જી. હોસ્પિટલ સુધી જવા મજબૂર થયા હતા. સરકારી હોસ્પિટલમાં પણ સામાન્ય રીતે ભીડ હોય છે ત્યારે ખાનગી દવાખાના બંધ હોવાથી વધારે ભીડ જોવા મળી હતી. જેના કારણે સરકારી હોસ્પિટલના સ્ટાફ પર કામનું ભારણ વધી ગયું હોવા છતાં ખુબ સારી રીતે કામ પાર પાડ્યું હતું.



જામનગરમાં ફાયર NOC અને ICU અંગેના નિયમોનો વિરોધ કરવા ખાનગી પ્રેકટીસ કરતાં તબીબો IMAના નેજા હેઠળ એમપી. શાહ મેડિકલ કોલેજ પરિસરમાં ભેગા થયા હતા. તબીબોએ બેનર સાથે સરકારના નિયમો સામે વિરોધ વ્યકત કર્યો હતો. તેમજ સરકારના નિર્ણયને પાછો ખેંચવા માંગણી કરવામાં આવી હતી. જામનગર ઉપરાંત રાજયના 30 હજારથી વધુ ખાનગી તબીબો આજે હડતાલ ઉતરતા ખાનગી હોસ્પિટલોની ઓપીડી ઇમરજન્સી સેવાઓ બંધ પડી હતી. હજારો ઓપરેશનો પણ અટકી પડયા છે. IMAના જણાવ્યા અનુસાર ICUને ફરજિયાત ગ્રાઉન્ડ ફલોર પર રાખવાનો નિર્ણય વ્યવહારિક રીતે શકય નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular