Thursday, May 14, 2026
HomeGujaratNIDના વિદ્યાર્થીઓએ કર્યો જેલના બંદીવાન દ્વારા બનતા પ્રોડક્ટને ‘બ્રાન્ડેડ’ બનાવવાનો નવતર પ્રયોગ

NIDના વિદ્યાર્થીઓએ કર્યો જેલના બંદીવાન દ્વારા બનતા પ્રોડક્ટને ‘બ્રાન્ડેડ’ બનાવવાનો નવતર પ્રયોગ

- Advertisement -

જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતની અલગ અલગ જેલોમાં બંદીવાનો માત્ર સજા ભોગવવા ઉપરાંત જેલ પ્રશાસન દ્વારા સમાજ સુધારણા માટે પણ અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. ગુજરાતની જેલમાં બંદીવાનને જીવન ગુજરાન ચલલાવવા અને પરિવારને પણ થોડી ઘણી આર્થિક મદદ મળી શકે તે માટે તેમણે જેલની અંદર જ કામ આપવામાં આવે છે. જે અંતર્ગત જેલમાં અલગ અલગ વસ્તુઓ બનાવવાથી લઈને જેલની બહાર આ વસ્તુઓ વેચવા સુધીની પ્રવૃત્તિઓ થાય છે. ગુજરાતની જેલમાં બંદીવાનો માટે શું કામ થાય તે અંગે સામાન્ય માણસો હજુ સુધી અજાણ છે. તેમના આ કામને લોકો સુધી પહોંચાડવા માટે જેલ પ્રશાસન દ્વારા એક નવતર પ્રયોગ કરવાં આવ્યો છે.

આ પ્રયોગ અંતર્ગત ગુજરાતની જેલમાં બંદીવાનો દ્વારા બનાવમાં આવતી પ્રોડક્ટ માટે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન સંસ્થાએ ‘JailSe’ પ્રોજેકટ શરૂ કર્યો છે. જેનું આજે એક્સિબિશન NID ખાતે રાખવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ અંતર્ગત જેલમાં બનતી પ્રોડક્ટ અંગે સ્કિલ ડેવલોપમેન્ટની સાથે પ્રોડક્ટની બ્રાન્ડિંગના નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા. જેનું નિરીક્ષણ ગુજરાત જેલ DGP કેએલએન રાવ અને અમદાવાદ સાબરમતી જેલ SP તેજસ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -



નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન સંસ્થાના ‘JailSe’ એક્સિબિશનમાં ગુજરાત જેલના DG કેએલએન રાવ અને અમદાવાદ સાબરમતી જેલના એસપી તેજસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ‘JailSe’ એક્સિબિશનમાં NIDના ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇન 2020 બેચના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા નમૂના રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જેલમાં બનતી અલગ-અલગ પ્રોડક્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. NIDના અધ્યાપક પ્રવીણસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે, “એક્સિબિશનનો ઉદ્દેશ્ય કેદીઓ અને જેલ સંસ્થાઓ સામે રાખવામાં આવેલા સામાન્ય પૂર્વગ્રહોને નકારી કાઢતા સંવાદમાં સામેલ થઈને લોકોના સામાજિક અવરોધોને તોડવાનો છે. જેલમાં મોટી બેકરી, સિલાઈ, ફર્નિચર જેવી અનેક વિભાગો થકી બંદીવાનોને રોજગારી મળે છે. જેમાં ડિઝાઇનનું ઘણું મહત્વ હોય છે. એક સામન્ય વ્યક્તિ થેલી બનાવે અને એક ડિઝાઇનર થેલી બનાવેતેમાં ખૂબ ફરક હોય છે. જેલમાં બનતી પ્રોડક્ટને બહાર મળતી બ્રાન્ડની પ્રોડક્ટ જેવી બનવાનો પ્રયાસ છે. કોઈ બંદીવાન જ્યારે તે જેલમાંથી છૂટે ત્યારે પોતાના પગ પર ઊભો રહી શકે તેવા પ્રયાસ છે.”



- Advertisement -

ગુજરાત જેલના DG કેએલએન રાવએ ‘JailSe’ એક્સિબિશન વિશે જણાવતા કહ્યું હતું કે, “ગુજરાતની જેલમાં એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય છે. જેમાં 72 જેટલી પ્રોડક્ટ બંદીવાન દ્વારા બનાવવામાં આવે છે. પહેલા આ પ્રોડક્ટ ટ્રેડિશનલ રીતે બનતી હતી હવે NID સાથે મળીને આ પ્રોડક્ટનું કેવી રીતે બ્રાન્ડિંગ, પેકેજિંગ કરી શકાય તે વિષય પર NID સાથે એક MOU કરવામાં આવ્યો છે. ‘JailSe’ પ્રોજેકટ થકી જેલમાં બનતી પ્રોડક્ટનું બ્રાન્ડિંગ વધુ સારી રીતે થશે.”



- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular