Thursday, May 14, 2026
HomeGujaratરાજકોટ SOGએ પિતા-પુત્રની ધરપકડ કરી, શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સના રવાડે ચઢાવતા હતા

રાજકોટ SOGએ પિતા-પુત્રની ધરપકડ કરી, શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સના રવાડે ચઢાવતા હતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. ગુજરાતનાં મોટા મોટા શહેરોમાં ડ્રગ્સનું સેવન કરતાં અને વેચતા લોકોને પોલીસ પકડી રહી છે. થોડા સમય અગાઉ રાજકોટમાં ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ક્વાર્ટરમાંથી ડ્રગ્સના જથ્થા સાથે રાજકોટ પોલીસ દ્વારા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે આજે રાજકોટ SOG દ્વારા અન્ય બે આરોપીઓને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડવામાં આવ્યા છે.

રાજકોટના કુવાડવા રોડ પર માલીયાસણ ચોકડી પાસેના પોલીસ સ્ટેશન પાસેથી ગઇકાલે તારીખ 21 જૂલાઈના રોજ SOGએ 2 આરોપીઓને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને આરોપીઓ પિતા-પુત્ર ઈરફાન પટણી અને અમન પટણી રાજકોટમાં ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

- Advertisement -

આ કેસ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “મુખ્ય આરોપી ઈરફાન અને તેનો પુત્ર અમન પટણી બંને રાજકોટમાં શાળા-કોલેજના બાળકોને ડ્રગ્સ સપ્લાય કરવાનો ધંધો કરતા હતા. SOG દ્વારા બાતમીના આધારે રૂપિયા સાડા સાત લાખની કિંમતના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ઈરફાન પટણી અગાઉ પણ ડ્રગ કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના રડારમાં આવી ચૂક્યો છે.”



પાર્થરાજસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, “આરોપી ડ્રગ્સનો જથ્થો અજમેર અને મુંબઈથી લાવ્યા હતા. આ મામલે કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ અજમેર અને મુંબઈથી આરોપીને કોણ ડ્રગ્સ આપી રહ્યું હતું તેની તપાસ ચાલું છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 7,64,500 રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તેમજ 3 મોબાઈલ સહિત રૂપિયા 8,24,500ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular