Thursday, June 25, 2026
HomeNationalબાઈક ચાલકને બચાવવા જતા બસ બ્રિજની રેલિંગ તોડી નર્મદામાં પડી, 13 મુસાફરોના...

બાઈક ચાલકને બચાવવા જતા બસ બ્રિજની રેલિંગ તોડી નર્મદામાં પડી, 13 મુસાફરોના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભોપાલ: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ખલઘાટ ખાતે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ નર્મદા નદીમાં પડી જતાં 13 મુસાફરોના મોત થયા હતા. અકસ્માત સવારે 10.45 કલાકે થયો હોવાનું થયો હોવાનું સામે આવી રહ્યું છે. તમામ 13 લોકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બસને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી છે. રોંડ તરફથી આવી રહેલા એક મોટરસાયકલ ચાલકને બચાવતા અકસ્માત સર્જાયો હતો. બસ પુલની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે નદીમાં પડી હતી. આ અકસ્માત ખલઘાટના જૂના પુલ પર થયો હતો.

મળતી માહિતી મુજબ, ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહેલી પેસેન્જર બસ ખલઘાટ સંજય સેતુ પુલ પર સંતુલન બગડવાના કારણે 25 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી. સ્થળ પર ધામનોદ પોલીસ અને ખલટાકા પોલીસે મોરચો સંભાળી ઝડપી બચાવ કામગીરી હાથ ધરી હતી. તમામ મુસાફરોને ડાઇવર્સની મદદથી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાહત બચાવ માટે NDRFની ટીમ પણ સ્થળ પર હાજર છે. ઈન્દોરના કમિશનર પવન કુમાર શર્માએ ધાર અને ખરગોનના કલેક્ટરને ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપી હતી, પ્રશાસને ઘટનાસ્થળે આગેવાની લીધી છે. હાલ રાહત કાર્ય ચાલી રહ્યું છે.

- Advertisement -

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખલઘાટમાં બસ દુર્ઘટનાની નોંધ લેતા વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી, ઝડપી બચાવ કામગીરી હાથ ધરીને તમામ મુસાફરોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર સ્થળ પર છે. મુખ્યમંત્રીએ SDRFને મોકલવા સૂચના આપી છે, આ ઉપરાંત ઘટના સ્થળે જરૂરી સાધનો મોકલવા અને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ અકસ્માત આગ્રા-મુંબઈ (AB રોડ) હાઈવે પર થયો હતો. આ રોડ ઈન્દોરને મહારાષ્ટ્ર સાથે જોડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી 80 કિલોમીટર દૂર છે. જે સંજય સેતુ પુલ પરથી બસ પડી તે બે જિલ્લા ધાર અને ખરગોનની સરહદ પર બનેલો છે. તેનો અડધો ભાગ ખલઘાટ (ધાર)માં અને અડધો ખલટાકા (ખરગોન)માં છે. ખરગોનના કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.



નદીમાં પડી રહેલી બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની છે જેને એસટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બસ સવારે 7:30 વાગ્યે ઈન્દોરથી નીકળી હતી. ખાલઘાટમાં અકસ્માત પહેલા બસે 10 મિનિટનો બ્રેક લીધો હતો, ત્યારબાદ બસ ખલઘાટથી નીકળીને 10:45 વાગ્યે નર્મદામાં પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સામેથી રોંગ સાઇડથી આવી રહેલા એક મોટરસાઇકલ સવારને બચાવતા આ અકસ્માત થયો હતો. તેને બચાવવાના પ્રયાસમાં બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ પુલની રેલિંગ તોડીને નદીમાં પડી હતી. બસમાં 13 જેટલા મુસાફરો સવાર હતા.

- Advertisement -



દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, ઈન્દોરથી પુણે જઈ રહેલી મહારાષ્ટ્ર સરકારની એસટી બસ ધામનોદ નજીક ખલઘાટ ખાતે નર્મદા નદીમાં પડી જવાનો ખૂબ જ દુઃખદ અને દર્દનાક અકસ્માત થયો છે. તેમણે અકસ્માતના કારણની તપાસ માટે હાકલ કરી છે. ધાર બસ દુર્ઘટના પર સીએમ શિવરાજ સિંહ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે દુર્ઘટના બાદ 13 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. જે મૃતદેહો મળી આવ્યા છે તેમાંથી 5ની ઓળખ થઈ ગઈ છે. તેમને સન્માનપૂર્વક તેમના મુકામ સુધી લઈ જશે. પ્રભારી મંત્રી કમલ પટેલને અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, તેઓ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. સંકટના આ સમયમાં અમે શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભા છીએ અને શક્ય તેટલું બધું કરીશું.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular