Friday, June 26, 2026
HomeGujaratઉનામાં 12 વર્ષની બાળકીને શાળાએ મૂકવા જવાનું કહીને 40 વર્ષના નરાધમે પીંખી...

ઉનામાં 12 વર્ષની બાળકીને શાળાએ મૂકવા જવાનું કહીને 40 વર્ષના નરાધમે પીંખી નાખી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉના: ગુજરાતમાં હવે બાળકીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બાળકીઓને લલચાવી ફોસલાવીને લઈ જઈને દુષ્કર્મની ઘટનામાં વધારો જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક આવી ઘટના ઉનામાં સામે આવી છે. 12 વર્ષની બાળકીને શાળામાં મૂકવાના બહાને 40 વર્ષના નરાધમે નજર બગાડી કોમળ બાળકીને પીંખી નાખી છે.

ઉનાનાં ઓલવાણ ગામે શાળાએ જવા માટે બસની રાહ જોતી ધો.૮માં ભણતી ૧૨ વર્ષની બાળાને ગામના એક વ્યક્તિએ શાળા મુકી જવાનુ કહ્યું હતું. ત્યાર બાદ બાઈક પર બેસાડી વાંસોજ ગામની ધાર્મિક જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. સ્થાનિક લોકોએ બાળકીની પુછપરછ કરતા તેણીએ હકીકત જણાવતા બાળકીની માતાએ નરાધમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધો.

- Advertisement -



એક માસ પૂર્વે કોડીનાર તાલુકાના જંત્રાખડીમાં બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારવામાં આવેલી જેવી ઘટના બનતા અટકી ગઈ હતી. ૪૦ વર્ષીય નરાધમે બાળકીને શાળાએ મુકવા જવાનું કહી બાઇકમાં બેસાડી લઈ જઈ વાંસોજ ગામની ધાર્મિક જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારી બાળકીનું ગળુ દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. સ્થાનિક લોકોએ બાળકીને પૂછતા સાચી હકીકત જણાવતા બાળકીના માતાએ મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરનાર કાના ઉર્ફે બટર લાખાભાઈ સોલંકી ઉ.૪૦ રહે પાલડી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એમ.કે. મકવાણાએ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

આભારસહ: ધર્મેશ જેઠવા, ઉના

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular