Friday, May 1, 2026
HomeGeneralરાષ્ટ્રીય પ્રતીકઃ વિપક્ષના 'ત્યારે અને હવે'ના આરોપથી વધ્યો વિવાદ

રાષ્ટ્રીય પ્રતીકઃ વિપક્ષના ‘ત્યારે અને હવે’ના આરોપથી વધ્યો વિવાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ નિર્માણાધીન નવા સંસદ ભવનના ઉપરના માળે લગાવનારા ભારતના રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કર્યું. આ સ્તંભ દેશની ઓળખ છે. હવે આ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ બદલવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ જૂના અશોક સ્તંભનો ફોટો ટ્વીટ કર્યો, જો કે તેની સાથે કશું લખવામાં આવ્યું ન હતું. તે જ સમયે, AAP સાંસદ સંજય સિંહે ટ્વિટ કર્યું કે હું 130 કરોડ ભારતીયોને પૂછવા માંગુ છું કે જેઓ રાષ્ટ્રીય પ્રતીક બદલે છે તેમણે ‘રાષ્ટ્ર વિરોધી’ કહેવા જોઈએ કે નહીં.

કોંગ્રેસે કહ્યું કે સંસદની નવી ઇમારતમાં રાષ્ટ્ર ચિન્હના અનાવરણ માટે વિપક્ષને આમંત્રણ ન આપવું એ અલોકતાંત્રિક છે. તેના પર સત્યમેવ જયતે ન લખવું એ પણ મોટી ભૂલ છે. તે હજુ પણ સુધારી શકાય છે.

- Advertisement -

વિરોધ પક્ષોએ વિરોધ કર્યો

તમને જણાવી દઈએ કે નવા સંસદ ભવન ઉપર રાષ્ટ્ર ચિન્હના અનાવરણને લઈને વિરોધ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. વિપક્ષી દળોનું કહેવું છે કે આ કાર્યક્રમમાં વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપવું જોઈતું હતું. આ બંધારણનું ઉલ્લંઘન છે જે કારોબારી અને ધારાસભા વચ્ચે સત્તાનું વિભાજન કરે છે. આ અંગે સરકારી સૂત્રોનું કહેવું છે કે પીએમને લોકસભાના સ્પીકરે આમંત્રણ આપ્યું હતું. કોરોનાના નિયંત્રણોને કારણે ટૂંકો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોએ ભૂમિપૂજનનો બહિષ્કાર કર્યો હતો.

અશોક સ્તંભ વિવાદ પર AAP પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, AAP માને છે કે કોઈને પણ બંધારણીય વારસા સાથે છેડછાડ કરવાની મંજૂરી નથી. તેનાથી દેશની બંધારણીય પરંપરાને ઠેસ પહોંચે છે, આવું ન થવું જોઈએ. ચૂંટણી સમયે આપણો ફોટો લેવાય, તેની મુદ્રા અલગ હોય છે. આપણી અપશબ્દ કહેવાની મુદ્રા અલગ પ્રકારની છે, પરંતુ તે મુદ્રાનું ચિત્ર તો લગાવવામાં આવતું નથી ને. એવો કોઈ નિયમ પણ નથી, પરંતુ બધું નિયમ પ્રમાણે થતું નથી.

- Advertisement -

ભાજપે આપ્યો વિપક્ષને વળતો જવાબ

ભાજપના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ અનિલ બલુનીએ કહ્યું કે સંસદમાં રાષ્ટ્ર ચિન્હના અનાવરણ પર વિપક્ષી દળોના આરોપો રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે કહ્યું કે અનાવરણ સમારોહ પર સવાલ ઉઠાવતા વિરોધ પક્ષોએ વહીવટી પ્રક્રિયાને સમજવી જોઈએ. તેની ડિઝાઈનથી લઈને ફંડિંગ અને કન્સ્ટ્રક્શન સુપરવિઝન સુધીની તમામ કામગીરી શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, તેનો શિલાન્યાસ પણ વડાપ્રધાને કર્યો હતો. તેમણે કહ્યું કે નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આ ઈમારત સંસદ પ્રશાસનને સોંપવામાં આવશે. બલુનીએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વિરોધ પક્ષો પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે, આ તેમનો રાજકીય હેતુ દર્શાવે છે.

બીજી તરફ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કર્યું છે કે બંધારણ સંસદ, સરકાર અને ન્યાયતંત્રની શક્તિઓને અલગ કરે છે. PM, સરકારના વડા તરીકે, નવા સંસદ ભવન ઉપર રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ કરવું જોઈએ નહીં. લોકસભાના સ્પીકર લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે, જે સરકાર હેઠળ નથી. પીએમઓ દ્વારા બંધારણીય ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.”

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular