Friday, May 1, 2026
HomeGeneralસુરતની બસમાં સાપુતારા ફરવા જતી મહિલાઓ નાચતી-ગાતી હતી, પળવારમાં ખીણમાં બસ ખાબકી

સુરતની બસમાં સાપુતારા ફરવા જતી મહિલાઓ નાચતી-ગાતી હતી, પળવારમાં ખીણમાં બસ ખાબકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સાપુતારાઃ ડાંગના સાપુતારા પાસે એક ખીમમાં બસ પલ્ટી ખાઈ જતાં બે મહિલાઓના મોત થયા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. સુરતના શ્યામ ગરબા ક્લાસિસની 50 જેટલી મહિલાઓ સાપુતારા ખાતે ફરવા ગઈ હતી. મિત્ર વર્તૂળ સાથે ફરવા જવાની મજામાં મહિલાઓ નાચી-ગાઈ રહી હતી, દરેકના ચહેરા પર ખુશીઓની લહેર હતી ત્યાં જ આવી કરૂણ ઘટના બની જતાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. આસપાસના ગામના લોકો દોડી આવ્યા હતા અને તેમને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ઈજા પામેલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરતના અડાજણ ખાતે આવેલા શ્યામ ગરબા ક્લાસિસમાં ગરબા કરવા જતી મહિલાઓનું એક ગ્રુપ ટુર આયોજન કરી સાપુતારા ફરવા આવ્યા હતા. અહીં મજા માણીને તેઓ પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાનમાં સાંજના સમયે ડાંગ પાસેની એક ખીણમાં બસ નીચે ઉતરી ગઈ અને આ અકસ્માતમાં કુંદનબેન સાપલિયા અને સોનલબેન સ્નેહલ ઘાવડા નામની બે મહિલાઓના મોત નિપજ્યા હતા. હજુ કેટલાકની હાલત ગંભીર હોવાની વિગતો મળી રહી છે. સાથે જ આ અકસ્માત બસનું ટાયર ફાટવાને કારણે બન્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular