Friday, May 1, 2026
HomeGeneralVideo: પાણીમાં ડૂબતા વ્યક્તિનો જીવ બચાવવા ઝડપી વહેતા પાણીમાં ઉતરી ગયો પોલીસકર્મી,...

Video: પાણીમાં ડૂબતા વ્યક્તિનો જીવ બચાવવા ઝડપી વહેતા પાણીમાં ઉતરી ગયો પોલીસકર્મી, લોકો કરી રહ્યા છે વખાણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે પોલીસ કર્મચારી પુરના પગલે એક નહેરના ઝડપથી વહેતા પાણી વચ્ચે એક વ્યક્તિને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી દે છે. લોકસભા સાંસદ અને નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રીયા સુનેએ શનિવારે પોતાના ટ્વીટર હેંડલ પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પુણેના દત્તાવાડીના શિવાણે ગામ સ્થિત બાગુલ ઉદ્ધાનમાં કેવી રીતે બે પોલીસ કોન્સ્ટેબલ સદ્દામ શેખ અને અજીત પોકારે એક ઝડપી પાણીની નહેરમાં ઘૂસી જાય છે અને ડૂબી રહેલા એક વ્યક્તિને બહાર કાઢવાના પ્રયત્નો કરે છે.

સુપ્રિયા સુલેએ વીડિયોની સાથે કેપ્શન લખ્યું, “પોલીસ કોન્સ્ટેબલ સદ્દામ શેખ અને અજિત પોખરેએ પૂણેના દત્તાવાડીમાં કેનાલમાં ડૂબતા એક વ્યક્તિનો જીવ બચાવ્યો. બંનેએ પોતાનો જીવ જોખમમાં મૂકીને જે બહાદુરી બતાવી છે તે પ્રશંસનીય છે. અમને ગર્વ છે. મહારાષ્ટ્રને પોલીસ પર ગર્વ છે.”

- Advertisement -



આ બંને પોલીસકર્મીઓની બહાદુરીના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે ચોમાસાના આગમનથી મહારાષ્ટ્રમાં બેકાબૂ વરસાદ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તમામ જિલ્લાઓને હાઈ એલર્ટ પર રહેવા અને સ્થિતિ પર નજર રાખવા જણાવ્યું છે. તેમણે લોકોને જ્યાં જરૂર હોય ત્યાં સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે.

બચાવ પગલાં લેતા, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ રાજ્યના એવા વિસ્તારોમાં 17 ટીમો તૈનાત કરી છે, જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular