Sunday, May 3, 2026
HomeGujaratરાજકોટ: રેલવે સ્ટેશન પર એક બાળક પાટા ઉપર પડી ગયું, પછી RPFની...

રાજકોટ: રેલવે સ્ટેશન પર એક બાળક પાટા ઉપર પડી ગયું, પછી RPFની મહિલા કોન્સ્ટેબલે શું કર્યું જાણો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: કહેવાય છે કે બાળકો ભગવાનનું સ્વરૂપ હોય છે, તો જ્યારે બાળકોના જ જીવનું જોખમ હોય ત્યારે કોઈને કોઈને રીતે તેમનું રક્ષણ થતું જ હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટ રેલવે સ્ટેશન ઉપર એક બાળક પાટા ઉપર પડી ગયું હતું, અને બાળક પરથી ટ્રેનના ચાર કોચ પસાર થઈ ગયા હતા છતાં બાળક સુરક્ષિત બચી ગયું હતું. આ સમગ્ર ઘટનામાં બાળકને એક પણ ઇજા આવી નથી. ત્યારે આ બાળક અચાનક આવી રીતે રલવેના પાટા પર પડી જતાં સ્ટેશન ઉપર હાજર એક મહિલા RPF કોન્સટેબલ બાળકને બચાવવા દોડી જાય છે. આ આખી ઘટનાના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે મહિલા કોન્સટેબલ બહાદુરીથી બાળકનો બચાવ કરે છે.

રેલ્વે સ્ટેશન પર બાળક રેલવેના પાટા પર પડી જતા તાત્કાલીક સ્ટેશન પર ફરજ બજાવતા RPFના મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્મા બાળકને બચાવવા દોડી ગયા હતા. મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માએ બાળક તરફ દોડી હિંમતપૂર્વક બાળક સાથે સંવાદ શરૂ કરી બાળકને જે સ્થિતીમાં છે તે સ્થિતમાં જ સુતા રહેવા જણાવ્યુ હતું. બાળક પણ હિંમત પૂર્વક એ જ સ્થિતીમાં રહેતા બાળકનો જીવ બચી ગયો હતો.

- Advertisement -

પ્રાથમિક માહિતી અનુસાર, બાળક પરથી એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર જેટલા કોચ પસાર થઈ ગયા હતા. પોતાના પુત્રને મોતના મોઢામાંથી બહાર લાવવા જાંબાઝી પૂર્વક કાર્ય કરતા કોન્સ્ટેબલ સોનુ વર્માને બાળકની માતા ભેટી રડી પડતી જોવા મળી હતી. ભાવૂક દ્રશ્યો સર્જાતા રેલ્વે સ્ટેશન પર હાજર લોકોએ સોનુ વર્માની સરાહના કરી હતી. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માની કામગીરીના વખાણ કરી રહ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular