Wednesday, June 24, 2026
HomeGujaratલીંબડી: બહેન પ્રેમી સાથે ભાગી જવાની શંકાએ ભાઈએ જ કરી નાખી હત્યા,...

લીંબડી: બહેન પ્રેમી સાથે ભાગી જવાની શંકાએ ભાઈએ જ કરી નાખી હત્યા, લાશ પાણીમાં તરે નહીં માટે જોડે રેતીની બેગ બાંધી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. લીંબડી: કહેવાય છે કે બહેન પર ગમે તેવી આફત આવીને ઊભી રહી જાય પણ તેનો ભાઈ કાયમ તેની રક્ષા કરવા માટે અડીખમ ઊભો રહેતો હોય છે. પરંતુ લીંબડીમાં રક્ષાનું વચન આપનાર જ ભાઈએ બહેનની હત્યા કરીને લાશને કુવામાં ફેંકી દીધી હતી. પોલીસને કુવામાંથી મળેલા મૃતદેહની તપાસ કરતાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

લીંબડીમાં ભોગવો નદીમાં આવેલા કુવામાંથી તાજેતરમાં એક યુવતીની લાશ મળી હતી. યુવતીને કુવામાંથી બહાર કાઢતા મોંઢાના ભાગે પ્લાસ્ટિકની કોથળી અને હાથ પગ કપડાંના ટુકડા વડે બાંધેલી હાલતમાં જોવ મળી હતી. પોલીસને લાશ અંગે જાણ થતાં ઘટના સ્થળ પર આવીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં યુવતીને ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -

યુવતીની લાશ પાણીના કારણે ફુગાઈ જવાથી તેની ઓળખ મેળવી પણ મુશ્કેલ હતું. જો કે પોસ્ટમોર્ટમમાં યુવતીને ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. લીંબડીના ખારાવાસમાં રહેતી નયના રાઠોડ નામની યુવતી ગુમ થઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેના પરિવારજનોને યુવતીની ઓળખ કરવા માટે બોલાવ્યા હતા. પરંતુ યુવતીના ભાઈ દિનેશ રાઠોડે લાશને ન ઓળખતો હોવાનો ઢોળ કર્યો હતો.

પોલીસને દિનેશ પર શંકા જતાં તેની સઘન પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા. દિનેશએ આ લાશ પોતાની બહેનની જ હોવાનું અને તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. દિનેશના જણાવ્યા અનુસાર, તે તેની બહેન સાથે જ્યારે
સચાણામાં રહેતો હતો તે દરમિયાન તેની બહેનને રોહિત રાઠોડ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. ઉપરાંત તે રોહિત સાથે ભાગી પણ ગઈ હતી. પરંતુ થોડા દિવસ પછી પરત પણ આવી ગઈ હતી. પરિવારને શંકા હતી કે નયના ફરીવાર રોહિત સાથે ભાગી જશે.

પરિવાર ગત 27 જૂને પરિવાર એક પ્રસંગમાં લીંબડી ગયો હતો. ત્યારે નયના અચાનક ઘરે જવા નીકળી ગઈ હતી જેથી દિનેશ પણ તેની પાછળ પાછળ ઘરે આવી ગયો હતો. નયના ઘરે આવ્યા બાદ કબાટમાં કઈક શોધી રહી હતી જેથી દિનેશને શંકા થઈ કે તે દાગીના લઈને ફરી રોહિત સાથે ભાગી જશે અને આવું થશે તો સમાજમાં આબરૂ જશે. જેથી દિનેશને તેની બહેનની હત્યા કરી નાખવાનો વિચાર આવ્યો હતો. હત્યા કરતી વખતે તેની બહેનની બૂમો ઘરની બહાર ન જાય તે માટે દિનેશે ઘરના દરવાજા બંધ કરી દીધા અને ટીવીનો અવાજ વધારી દીધો હતો. ત્યાર બાદ પાછળથી આવીને નયનાને દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી.

- Advertisement -

બહેનની હત્યા કર્યા બાદ લાશને એક પ્લાસ્ટિકની બેગમાં ભરીને રાત્રિના સમયે કોઈ જોઈ ન જાય તે રીતે એક્ટિવા પર લઈને ભોગાવો નદીના કુવામાં તરફ ગયો હતો. કુવાના પાણીમાં લાશ તરતી બહાર ન આવી જાય તે માટે દિનેશ લાશના હાથ પગ બાંધીને લાશની સાથે એક વજનદાર રેતી ભરેલી બેગ બાંધી દીધી હતી અને ત્યાર બાદ લાશને કુવામાં ફેંકી દીધી હતી. બીજા દિવસે દિનેશ તેની બહેનનું ભાવતા મન્ચુરીયન પણ કુવામાં નાખીને આવ્યો હતો. ઘરે નયના ન દેખાતા પરિવાર તેની શોધખોળ કરી હતી સાથે જ દિનેશ પર કોઈ ન શંકા ન જાય તે માટે તે પણ પરિવાર સાથે નયનાને શોધવા માટે નીકળી પડ્યો હતો. દિનેશ પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત કરતાં તેને જેલના સળિયા તરફ ધકેલી દીધો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular