Saturday, May 23, 2026
HomeGeneralઉદયપુર હત્યાકાંડ: આતંકવાદ વિરોધી એજન્સી NIAને સોંપવામાં આવી તપાસ, ગૃહ મંત્રાલયે ટ્વિટ...

ઉદયપુર હત્યાકાંડ: આતંકવાદ વિરોધી એજન્સી NIAને સોંપવામાં આવી તપાસ, ગૃહ મંત્રાલયે ટ્વિટ કરીને જાણકારી આપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉદયપુર: આતંકવાદ વિરોધી એજન્સી (NIA) હવે ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલ હત્યા કેસની તપાસ કરશે. ગૃહ મંત્રાલયે આ તપાસ NIAને સોંપી દીધી છે. હત્યા પહેલા કન્હૈયા લાલે પોલીસને ધમકીભર્યા ફોન આવવાની ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે કોઈ ચોક્કસ કાર્યવાહી કરી ન હતી. ઉદયપુર હત્યાકાંડની તપાસ અંગે કેન્દ્ર સરકારે કહ્યું કે, “આ કેસની તપાસ આતંકવાદના એંગલથી પણ કરવામાં આવશે.” આ પછી, ગૃહ મંત્રાલયે આતંકવાદ વિરોધી એજન્સી NIAને તપાસ સોંપી દીધી છે. ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.



કેમેરામાં દેખાતા બે હત્યારા ગોસ મોહમ્મદ અને રિયાઝ અખ્તરીની પોલીસે ધરપકડ કરી લીધી છે. અગાઉ, રાજ્ય સરકારે પ્રફુલ્લ કુમારની આગેવાની હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને ઘટનાની તપાસ કરવા કહ્યું હતું. કુમારે કહ્યું હતું કે, “અમે તપાસ કરી રહ્યા છીએ કે આ ઘટનામાં કોઈ આતંકવાદી પાસું સામેલ હતું કે નહીં.” ગોસ મોહમ્મદ અને રિયાઝ અખ્તારી કન્હૈયા લાલની દુકાનમાં ગ્રાહક તરીકે પ્રવેશ્યા હતા. તેમના દ્વારા શૂટ કરાયેલા વીડિયોમાં દરજી એક માણસનું માપ લેતો જોવા મળ્યો હતો. પોલીસે કહ્યું કે તેઓએ પહેલા દરજીનું માથું કાપી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કરી શક્યા નહીં.”

- Advertisement -

અન્ય એક વીડિયોમાં હત્યારાઓ બૂમો પાડતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપતા જોવા મળે છે. આ વીડિયોમાં હત્યારાઓ છરીઓ હલાવતા જોવા મળે છે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 600 જેટલા વધારાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાંથી હિંસાના છૂટાછવાયા બનાવોના અહેવાલો બાદ ગઈકાલે રાત્રે ઉદયપુરના ભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. સમગ્ર રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા મોટા મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.



કન્હૈયા લાલે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા માટે સોશિયલ મીડિયા પર સમર્થન વ્યક્ત કર્યું હતું, જેમની પ્રોફેટ મોહમ્મદ પરની વિવાદાસ્પદ ટિપ્પણીએ દેશ-વિદેશમાં ભારે વિવાદ ઊભો કર્યો હતો. સોશિયલ મીડિયા પર નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ કન્હૈયા લાલની 10 જૂને ધરપકડ કરવામાં આવી હતી. 15 જૂને જ્યારે તે જામીન પર બહાર આવ્ય ત્યારે તેમણે પોલીસને કહ્યું કે તેમના પડોશીઓ તેમને ધમકી આપી રહ્યા છે. ઉદયપુરના પોલીસ અધિક્ષક મનોજ કુમારે જણાવ્યું કે, “ત્યારબાદ અધિકારીઓએ બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને મામલો ઉકેલ્યો, પરંતુ બાદમાં આ ઘટના બની હતી.”

ઉદયપુરના ધન મંડી પોલીસ સ્ટેશનમાં બેદરકારીના આરોપસર એક સહાયક સબ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યાં દરજીએ ધમકીભર્યા કૉલ્સ મળ્યા પછી ફરિયાદ નોંધાવી હતી, તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને નાગરિકોને શાંતિ જાળવવા વિનંતી કરી અને હત્યારાઓ સામે ઝડપી અને કડક કાર્યવાહીની ખાતરી આપી. રાહુલ ગાંધી, શશિ થરૂર, અરવિંદ કેજરીવાલ અને અનુરાગ ઠાકુર સહિત અનેક રાજનેતાઓએ આ ઘટનાની નિંદા કરી છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular