Wednesday, June 24, 2026
HomeGeneralરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ ઉમેદવારી નોંધાવી, રાહુલ ગાંધી...

રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ ઉમેદવારી નોંધાવી, રાહુલ ગાંધી પણ હાજર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહાએ આજે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “અમારી પાસે 17 થી વધુ પાર્ટીઓનું સમર્થન છે અને અમે જેમનો સંપર્ક કર્યો નથી, તેઓએ પોતે જ અમારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને ફોન કર્યો અને તેમની સાથે વાત કરી. હવે કદાચ તમામ પક્ષો ભેગા થયા બાદ જંગ જામશે.”



આ પહેલા રવિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના સામાન્ય ઉમેદવાર યશવંત સિન્હાની જીત સુનિશ્ચિત કરવા માટે વિરોધ પક્ષોએ શક્ય તેટલું બધું કરવું પડશે. રાષ્ટ્રપતિ ચૂંટણીના અંકગણિત પર નજર કરીએ તો સ્થિતિ એટલી ખરાબ નથી જેટલી કહેવામાં આવી રહી છે અને વિપક્ષી પાર્ટીઓએ સારી લડાઈ લડવા માટે નક્કર પ્રયાસો કરવા પડશે.” NCPના વડાની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે YSR કોંગ્રેસ પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી (BSP) જેવા કેટલાક વિપક્ષી દળોએ 18 જુલાઈની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

બીજી તરફ, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) સંથાલ સમુદાયના ઓડિશાના આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુ તરફ ઝુકાવ્યું છે. જેએમએમ એ વિપક્ષી જૂથનો એક ભાગ છે જેમણે સિન્હાને રાષ્ટ્રપતિ પદ માટે તેના સામાન્ય ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.



જણાવી દઈએ કે 18મી જુલાઈએ મતદાન થવાનું છે જ્યારે મત ગણતરી માટે 21મી જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો 29 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 30મી જૂને થશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 2 જુલાઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular