Wednesday, June 24, 2026
HomeGeneralસુરેન્દ્રનગરના પાટડીમાં ચક્રવાતના કારણે ભારે તબાહી, 5 દિવસમાં બીજી ઘટના

સુરેન્દ્રનગરના પાટડીમાં ચક્રવાતના કારણે ભારે તબાહી, 5 દિવસમાં બીજી ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાટડી: સુરેન્દ્રનગર જીલ્લામાં જાણે આકાશી ચક્રવાતોનો દોર ચાલી રહ્યો હોય તેમ એક પછી એક ચક્રવાતો જોવા મળી રહ્યા છે. પાંચ દિવસ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ચક્રવાત દેખાયું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો, ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના જ પાટડી તાલુકામાં ફરી આવું ચક્રવાત જોવા મળ્યું છે, લોકો આ ચક્રવાતના વીડિયો જોઈને કહી રહ્યા છે આ તો અંગ્રેજી ફિલ્મોમાં જોવા મળતા સાયક્લોન જેવુ છે.



પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગોરીયાવડ ગામની આ ઘટના છે. પાટડીના અમૂક વિસ્તારમાં ભયાવક ચક્રવાત જોવા મળ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વંટોળીયા જેવું લાગતું આ ચક્રવાત વંટોળીયા કરતા ઘણું વિકરાણ હતું. જોતજોતામાં જ વિશાળ ચક્રવાત આકાશમાંથી મંડરાતું નીચે ઉતરતા કુતૂહલ ડરમાં પરિવર્તન પામ્યું હતું. થોડી મીનિટો માટે તો આફત તબાહી સર્જીને જ જશે તેવી કલ્પના આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.


પાટડીમાં ચક્રવાતના કારણે તબાહી થઈ જ્યારે હળવદમાં મોડી સાંજે વાવાઝોડા જેવો ઝડપી પવન ફૂંકાતા એક તબેલાનો શેડ પડી ગયો હતો જેના કારણે પાંચ ભેંસો શેડ નીચે દટાઈ હતી તેમજ ગાયો ઉપર શેડ પડતા ગાયોને નાનીમોટી ઇજા થઇ હતી. જોકે, તબેલાના શેડ નીચે દટાયેલી તમામ ભેંસોને મહામહેનતે આસપાસના લોકોએ બચાવી લીધી હતી. આ ભારે પવનથી ઠેરઠેર પતર ઊડવાની પણ ઘટના સામે આવી છે.



સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા આ બંને ચક્રવાતના વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. આ પ્રકારના ચક્રવાતને જોઈને લોકોમાં ભય સાથે કુતૂહલની પણ લાગણી જોવા મળી રહી છે. સામાન્ય રીતે આપણાં વાતાવરમાં આવી ઘટનાઓ જૂજ માત્રમાં જોવા મળે છે જેના કારણે લોકોને કુતૂહલ થઈ રહ્યું છે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular