નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં UGC (University Grants Commission) દ્વારા ગુજરાત વિદ્યાપીઠને થોડા સમય અગાઉ એક શો કોઝ નોટીસ આપવામાં આવી હતી, જે અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠે અલગ અલગ 22 જેટલા મુદ્દાઓ ઉપર જવાબ UGCને આપવાના હતા. આ શો કોઝ નોટિસને વિદ્યાપીઠ દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં પડકારવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન કોર્ટે વિદ્યાપીઠની શો કોઝ નોટીસ રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને ગુજરાત વિદ્યાપીઠે UGCની નોટીસનો જવાબ આપવો જોઈએ તેવી ટકોર પણ કરી હતી.
ગુજરાત વિદ્યાપીઠમાં મોટાપાયે ગેરરીતી થતી હોવાની રજૂઆતના પગલે UGC દ્વારા વિદ્યાપીઠને 22 મુદ્દાઓમાં જવાબ આપવા માટે શો કોઝ નોટીસ આપી હતી. આ નોટીસ રદ કરવા માટે વિદ્યાપીઠ દ્વારા હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે કોર્ટે માન્ય રાખી ન હતી. વિદ્યાપીઠના કેટલાક કર્મચારીઓએ UGCમાં વિદ્યાપીઠના સત્તાધીશો દ્વારા ચાલતી ગેરરીતિ સામે ફરિયાદો કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં UGCએ વિદ્યાપીઠ પાસે 22 પ્રશ્નોના જવાબ માગ્યા છે, પરંતુ વિદ્યાપીઠે આ નોટિસને હાઈકોર્ટમાં પડકારી છે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, હાલના તબક્કે આ શો કોઝ નોટિસ રદ કરી શકાય નહીં કારણ કે નોટિસ રદ થાય તો ગેરરીતિ થઇ છે કે નહીં તેની તપાસના અધિકાર પર તરાપ લાગે. UGCએ રજૂઆત કરી હતી કે ગુજરાત વિદ્યાપીઠે ગાંધીજીના સિદ્ધાંતો અનુસરવા જોઈએ, પરંતુ તેવું થતું નથી. વારંવાર વિદ્યાપીઠની ફરિયાદ અમારા સુધી આવે છે. હવે ગુજરાત વિદ્યાપીઠ યુનીવર્સીટી અને ગુજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટ અલગ રહે તેવું અગામી સમયમાં કરવું જોઈએ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











