Friday, September 25, 2026
HomeGeneralVideo: અમદાવાદના પોષ વિસ્તારમાં PCBની રેડ, બ્રાન્ડડે બોટલમાં નકલી દારૂ ઝડપાયો

Video: અમદાવાદના પોષ વિસ્તારમાં PCBની રેડ, બ્રાન્ડડે બોટલમાં નકલી દારૂ ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવાથી ગુજરાતમાં સરહદના માર્ગે દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસ નાકાબંધી કરીને ચેકિંગ કરતી હોય છે. જો કે પોલીસથી બચવા માટે થઈને હવે બુટલેગર બહારના રાજ્યમાંથી દારૂ મગાવવા કરતાં જાતે દારૂની ફેકટરી શરૂ દીધી છે. આવી જ એક ફેક્ટરી આજે અમદાવાદના પોશ વિસ્તારમાંથી પકડવામાં આવી છે જેમાંથી નકલી દારુ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. મોંધીદાટ વિદેશી દારૂની બોટલમાં નકલી દારૂ ભરીને વેચવામાં આવતો હતો.



અમદાવાદમાં ફરી એકવાર સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. અમદાવાદમાં પોશ વિસ્તાર ગણાતા એવા સેટેલાઈટ વિસ્તારમાં નકલી દારૂનું રેકેટ PCBની ટીમે ઝડપી પાડ્યું છે. PCBની ટિમને માહિતી મળી હતી કે સેટેલાઈટ વિસ્તારમાં નકલી દારૂનું રેકેટ ધમધમી રહી છે. માહિતીના આધારે PCBની ટીમે માણેકબાગ હોલ પાસે આવેલા અભિલાષ એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી. રેડ દરમિયાન કૃણાલ મચ્છર નામના બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ ભારતીય બનાવટના દારૂ ભરેલી રૂ. 44,843 ની 22 બોટલ જપ્ત કરી હતી.

PCBની ટીમે એપાર્ટમેન્ટમાં તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એપાર્ટમેન્ટમાંથી પોલીસને મોંઘીદાટ દારૂની કંપનીઓની ખાલી બોટલ, સ્ટિકર અને તેના બુચ મળી આવ્યા હતા. પોલીસે ખાલી કાચની 56 બોટલ, બોટલના 67 ઢાકણ, 162 દારૂની બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, 4 રેપર, ગળણી મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બુટલેગર મોંઘી કંપનીની ખાલી બોટલોમાં દેશી બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરતો હતો, ત્યાર બાદ તેમાં ઓરીજનલ બોટલ જેવા લાગતા સ્ટિકર અને બુચ બોટલ પર લગાવી દેવામાં આવતા. પોલીસ તપાસમાં કૃણાલ મચ્છર સાથે અભિષેક ઉર્ફ ભયલું અને ધર્મેશ ઉર્ફ કાંચો પણ નકલી દારૂની ફેક્ટરીમાં સંડોવાયેલા હતો. પોલીસે કૃણાલની ધરપકડ કરી ફરાર આરોપીઓને શોધવા માટે કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular